________________
અજ્ઞાની
T ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, શાને કરી - જોઈએ, તો કોઈ મારું નથી એમ જણાય. (પૃ. ૭૨૨) D સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું
જ્ઞાન તે અજ્ઞાન” છે. (પૃ. ૭૫૧) 2 “જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો
ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. (પૃ. ૫૬૮-૯) 2 અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે. (સૂયગડાંગ) (પૃ. ૩૯૩). D મોટા વરઘોડા ચઢાવે, ને નાણાં ખર્ચેએમ જાણીને કે મારું કલ્યાણ થશે. એવી મોટી વાત સમજી
હજારો રૂપિયા ખર્ચી નાખે. એક પૈસો ખોટું બોલી ભેગો કરે છે, ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાંખે
છે ! જુઓ, જીવનું કેટલું બધું અજ્ઞાન ! કંઈ વિચાર જ ન આવે ! (પૃ. ૭૦૫) T બાહુબલીજીના દ્રષ્ટાંત (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૭, પૃ.૨૯) અહંકારથી, માનથી કૈવલ્ય પ્રગટ થતું
નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા-નાનાની કલ્પના છે. (પૃ. ૭૨૯) જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અભ્યારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. (પૃ. ૩૭૨)
અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. (પૃ. ૩૭૯) | અજ્ઞાની | ' D પરોપકાર કરવામાં માઠી સંકલ્પના વર્તતી હોય, અને તેવા જ ઘણા વિકલ્પો કરી સ્વચ્છેદ મૂકે નહીં તે
અજ્ઞાની, આત્માને વિન કરે, તેમ જ આવા બધા પ્રકાર સેવે, અને પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કહે. (પૃ. ૯૬) T જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાની કહે કે મારા ઘર્મથી કલ્યાણ છે તો તે
માનવું નહીં, એમ કલ્યાણ હોય નહીં. ટૂંઢિયાપણું કે તપાપણું માન્યું તો કષાય ચઢે, તપો ઢંઢિયા સાથે બેઠો હોય તો કષાય ચઢે; અને ટૂંઢિયો તપા સાથે બેઠાં કષાય ચઢે; આ અજ્ઞાની સમજવા. બન્ને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહોરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા
(ફૂટનોટ : માલ ભરીને નાડીથી બાંધેલા ગાડા ઉપર એક વહોરાજી બેઠા હતા. તેમને ગાડું હાંકનારે કહ્યું રસ્તો ખરાબ છે માટે, વહોરાજી, નાડી પકડજો; નહીં તો પડી જશો.” રસ્તામાં ઘાંચ આવવાથી આંચકો આવ્યો કે વહોરાજી નીચે પડયા. ગાડાવાળાએ કહ્યું કે, “ચેતવ્યા હતા ને નાડી કેમ ન પકડી ?'' વહોરાજી બોલ્યા, “આ નાડું પકડી રાખ્યું, હજી છોડયું નથી.” એમ કહી સૂંથણાનું પકડેલું નાડું