________________
૨૬૯
દર્શન, મીમાંસા ]
કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે, અને ઊલટા નુકસાન પામે છે. સાચો વૈદ્ય તે વીતરાગદર્શન છે; જે સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. તે મોહવિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘાં પડે છે, ભાવતાં નથી; અને બીજા પાંચ ફૂટવૈદ્યો છે, તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ઘર્મના બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે. વીતરાગદર્શન ત્રિવૈદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીનો રોગ ટાળે છે, (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવનો સમ્યફદર્શન વડે મિથ્યાત્વરોગ ટાળે છે,(૨) સમ્યફજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્મચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ
ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે. (પૃ. ૬૭૭-૮) D પદર્શન જેણે બાંધ્યાં છે તેણે બહુ જ ડહાપણ વાપર્યું છે. (પૃ. ૭૦૮)
પડ્રદર્શનવાળાએ જે વિચાર કર્યા છે તેથી આત્માનું તેમને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે. મૂળમાં ભૂલ નથી, પણ પડ્રદર્શન પોતાની સમજણે બેસાડે તો કોઈ વાર બેસે નહીં, તે બેસવું સત્પરુષના
આશ્રયે થાય. (પૃ. ૭૧૨). [ સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે
ષડ્રદર્શનમાં સમાય છે, અને તે પડ્રદર્શન જૈનમાં સમાય છે. (પૃ. ૭૬૫). દર્શન, પતંજલિ D સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે.
વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમજ ' કહે છે. પતંજલિ પણ તેમજ કહે છે. પતંજલિ કહે છે કે નિત્યમુક્ત એવો એક ઇશ્વર હોવો જોઇએ. સાંખ્ય ના કહે છે. જિન ના કહે છે.
(પૃ. ૮૦૨-૩) દર્શન, બૌદ્ધ 0 શૂન્યવાદ = કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. (પૃ. ૭૮૩) દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ
ગઈ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. (પૃ. ૭૮૩) દર્શન, મીમાંસા
પૂર્વમીમાંસક દેવલોક માને છે, ફરી જન્મ, અવતાર થાય એવો મોક્ષ માને છે. સર્વથા મોક્ષ થતો નથી, થતો હોય તો બંધાય નહીં, બંધાય તો છૂટે નહીં. શુભક્રિયા કરે તેનું શુભફળ થાય, પાછું સંસારમાં