________________
૨૫૩
તીર્થકર અર્થે તિથિ-પાળવી. લીલોતરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે આઠમાદિ તિથિનો કદાગ્રહ મટાડવો. (પૃ. ૭૦૨) D તિથિ પાળવી. (પૃ. ૬૬૨).
સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાનીપુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમનો ભંગ કરશે એમ ધારી બીજી તિથિ કહે તો તે આજ્ઞા પાળવા માટે કહે. બાકી તિથિબિથિનો ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં.
જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. (પૃ. ૭૦૩-૪) D સંવત્સરીનો દિવસ કંઈ સાઠ ઘડીથી વધતો ઓછો થતો નથી; તિથિમાં કંઈ ફેર નથી. પોતાની કલ્પનાએ
કરી કંઈ ફેર થતો નથી. કવચિત્ માંદગી આદિ કારણે પાંચમના દિવસ ન પળાયો અને છઠ પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ધર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતાં, મૂકવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાપ્રહ વધારે છે. ટુંઢિયા અને તપ તિથિઓનો વાંધો કાઢી - જુદા પડી – “હું જુદો છું' એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મોક્ષ જવાનો રસ્તો નથી. ઝાડને ભાન વગર કર્મ ભોગવવાં પડે છે તો મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે? જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોકતો નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યું જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શનો મોહ
રહ્યો છે. તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે. (પૃ. ૭૦૭). n તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. (પૃ. ૬૦૪) િતીર્થકરો.
પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકર. (પૃ. ૪૩૮) 1 પ્ર0 કેવળી અને તીર્થકર એ બન્નેમાં ફેર શો? ઉ0 કેવળી અને તીર્થકર શકિતમાં સમાન છે; પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપાજર્યું છે; તેથી
વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. પ્ર0 તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તો નિરાગી છે. ઉ0 તીર્થંકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેદવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. પ્ર0 હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે?