________________
અજ્ઞાન
અજીવ ,
T આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ,
અને જીવને સચૈતન્ય કહીએ છીએ. સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભીતિ તે ત્રણ કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ
અજીવ' કહે છે. (પૃ. ૧૯૩). 0 રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય છે. સ્કંધ, સ્કંધદેશ, તેના પ્રદેશ અને પરમાણુ એમ
રૂપી અજીવ ચાર પ્રકારે છે. (પૃ. ૧૬૪) D સંબંધિત શિર્ષકો જડ, પંચાસ્તિકાય, પુદ્ગલ | અજ્ઞાન | દેહના સંગે દેહ દુઃખ આપે છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. (પૃ. ૭૩૨) | અનાદિ કાળથી જીવે ખોટાને સાચું માન્યું છે, અને તે જ અજ્ઞાન છે (પૃ. ૭૩૧) T મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અ
મિથ્યાત્વસહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તો તે “અજ્ઞાન”. (પૃ. ૫૭૦) T મતિ, શ્રત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તો તે “અજ્ઞાન છે, અને સમ્યક્ત્વસહિત હોય તો
જ્ઞાન” છે. તે સિવાય બીજો ફેર નથી. (પૃ. ૭૪૪) જ્ઞાન અને અજ્ઞાન એ બેમાં મુખ્ય ફેર આટલો છે, કે જે જ્ઞાન સમકિતસહિત છે તેને “જ્ઞાન” કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વસહિત છે તેને “અજ્ઞાન' કહ્યું છે. પણ વસ્તુતાએ બન્ને જ્ઞાન છે. જ્ઞાનાવરણીયકર્મ અને “અજ્ઞાન' એક નથી; “જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને આવરણરૂપ છે, અને “અજ્ઞાન' જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે. ‘અજ્ઞાન' શબ્દનો સાધારણ ભાષામાં “જ્ઞાનરહિત” અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ; પણ નિગ્રંથ પરિભાષામાં તો મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે; એટલે તે દૃષ્ટિથી અજ્ઞાનને અરૂપી કહ્યું છે. એમ આશંકા થાય કે જો અજ્ઞાન અરૂપી હોય તો સિદ્ધમાં પણ હોવું જોઇએ; તેનું સમાધાન આ પ્રમાણે છે :- મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ “અજ્ઞાન” કહ્યું છે, તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે, તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધતાસહિત સિદ્ધ ભગવંતમાં વર્તે છે. સિદ્ધનું, કેવળજ્ઞાનીનું અને સમ્યકુદ્રષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત છે. મિથ્યાત્વ જીવને ભ્રાંતિરૂપે છે. તે ભ્રાંતિ યથાર્થ સમજાતાં નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. મિથ્યાત્વ દિશાભ્રમરૂપ છે. (પૃ. ૫૯૭) જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું. જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ