________________
૨૪૭
જ્ઞાનીનો માર્ગ થઇ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુકત થાય. (પૃ. ૪૫૪) T બાહ્ય ઇન્દ્રિયો વશ કરી હોય, તો પુરુષના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇન્દ્રિયો વશ
કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્યઇન્દ્રિયો વશ હોય, અને સટુરુષનો આશ્રય ન હોય, તો લૌકિકભાવમાં જવાનો
સંભવ રહે. (પૃ. ૭૦૧). D જો જ્ઞાનીપુરુષના વૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષને દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાની પુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે, તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઇ શકે? આટલું સત્ય છે કે આ દુષમળને વિષે સત્સંગની સમીપતા કે દઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઇએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી,
કે જેથી સર્વ સાધન એલ્પ કળમાં ફળીભૂત થાય. (પૃ. ૪૪૭-૮) | _ જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે. તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન
પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ
અભ્યાસની સિદ્ધિ થઇ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. (પૃ. ૪૫૪) 0 ખરેખરો મુમુક્ષુ હોય તેને પુરુષની “આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં
વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. (પૃ. ૫૧૬). 0 સંબાત શિર્ષક આશ્રય જ્ઞાનીનો બોધ | D નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે; તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. (પૃ. ૫૬૮). આખા શરીરનું બળ, ઉપર નીચેનું બન્ને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું. વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિરૂપ કેડ, કમર ઉપર જ્ઞાની પુરુષનો બોધ લાગવાથી વિષયાદિરૂપ કેડનો ભંગ થાય છે. અર્થાતુ વિષયાદિનું તુચ્છપણું લાગે છે; અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે; અર્થાત્ જ્ઞાનીપુરુષના બોધમાં આવું સામર્થ્ય છે. (પૃ. ૬૯૧)
સંબંધિત શિર્ષક બોધ ! જ્ઞાનીનો માર્ગ | 1 જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દુઃખે
શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આમા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી.