________________
૨૪૩
જ્ઞાનીની દશા
લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સોનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધો; એકે સોનું રહેવા દીધું. ૧. જગોએ એમ દૃગંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધા અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ
છે; કે જેણે લૌકિકકર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યો નહીં; એથી તેનાં જન્મ
જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુધરી નહીં. ૨. સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા,
દર્શન કર્યા તેથી તેની ગતિ સારી થઈ. ૩, સોનું આદિ લીધું તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ
પ્રાપ્ત થઇ. ૪. રત્નચિંતામણિ જેણે લીધો તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે
જીવ ભવમુક્ત થયો. એક વન છે. તેમાં માહાત્મવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું માહાસ્ય લાગે, અને તે પ્રમાણમાં તે રહે. આ રીતે જ્ઞાની પુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગોચર માહાભ્ય છે.
તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહામ્ય લાગે; અને તે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. (પૃ. ૯૦). જ્ઞાનીની દશા |
મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. સમસ્ત જગતને જેણે એક જેવું જાણું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. (પૃ. ૫૫૭). 0 જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે,
તથાપિ એમાં પણ કંઈ સમજવા જેવું છે એ ખરું છે. (પૃ. ૨૮૦) 'પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે, અનુક્રમે વેદન કર્યા જવાં એમ કરવું યોગ્ય લાગ્યું
છે. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તોપણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો અને કોઇ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો; એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. (પૃ. ૩૧૭) T સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઇ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને લેઈ મિત્ર નથી, જેને માનઅપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંઠનો અભાવ થઇ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે. (પૃ. ૨૦)