________________
૨૩૯
જ્ઞાનીની ઓળખાણ
કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બોલ્યા હતા; પણ એમ નથી. તેમની પરમાર્થ અર્થે જ વાણી નીકળી હતી. (પૃ. ૬૯૮). વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થંવાસીને તમે જણાવશો. તેઓ અત્રે પુછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું. કદાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશો.
અને તે વચનો બોલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. (પૃ. ૪૯૯) B જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું હોય અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીનાં વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. (પૃ. ૪૮૫) જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો
આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. (પૃ. ૪૫૫) g જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવાં, અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે; અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગોથી કેટલીકવાર પરમાર્થદ્રષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. (પૃ. ૫૧૩)
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિકદ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિકષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિકદ્રષ્ટિનાં કારણો સામા જીવને હૈયે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા, નહીં તો પોતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું,
નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે. (પૃ. ૫૧૫). T સંબંધિત શિર્ષકો : જ્ઞાનીની વાણી, વચન, વીતરાગવચન, પુરુષનાં વચન | જ્ઞાનીની ઓળખાણ U જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ.
એક તો “હું જાણું છું', ‘હું સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રાદિકને વિધે. જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્નિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક “સ્વચ્છંદ' નામનો મહો દોષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે. (પૃ. ૩૫૭)