SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ જ્ઞાનીનાં વચન 0 સપુરુષ હાથે ઝાલીને વ્રત આપે ત્યારે લો. જ્ઞાની પુરુષ પરમાર્થનો જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચાં સાધનો સેવવા યોગ્ય છે. (પૃ. ૭૨૬). D જે જ્ઞાનીને આકુળવ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા છે તેને વીશ વર્ષનો છોકરો મરી જાય, તોપણ ખેદ થાય નહીં. (પૃ. ૭૩૨) 1 તપ આદિક પણ જ્ઞાનીની કસોટી છે. શાતાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાતા આવે, તો તે અદુ:ખભાવિત જ્ઞાન મંદ થાય છે. (પૃ. ૭૧૮). નામનું જેને દર્શન હોય તે બધા સમ્યકજ્ઞાની કહી શકાતા નથી. (પૃ. ૪૫૮). 0 લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર હોય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. (પૃ. ૭૮૦). D સંબંધિત શિર્ષકો ગુરુ, સદ્ગુરુ, સમકિતી, સમ્યફષ્ટિ | જ્ઞાનીનાં વચન શાનીને મિથ્યાત્વભાવનો ક્ષય થયો છે; અહંભાવ મટી ગયો છે; માટે અમૂલ્ય વચનો નીકળે. બાળજીવોને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હોય નહીં. (પૃ. ૭૦૭). T સર્વ દુઃખથી મુકત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. (પૃ. ૪૯૨) || સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કરી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. (પૃ. ૪૫૯). તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈએક પુણ્ય હેતુ જોઇએ છે, તેનું ઓળખાણ થવામાં મહતું પુણ્ય જોઇએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહતુ મહતું પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. (પૃ. ૬૦૨) D પોતાના દોષ ઘટે, આવરણ ટળે તો જ જાણવું કે જ્ઞાનીનાં વચનો સાચાં છે. (પૃ. ૬૮૭) U જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે; માટે તેવાં વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તો સહેજે આત્મા ઉજ્વલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનોનો વિચાર ન કરે, તો કોઇ દિવસ પણ દોષ ઘટે નહીં. (પૃ. ૭૧૦) જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. (પૃ. ૬૯૬) D વીતરાગવચનની અસરથી ઇન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડયાં જ નથી, એમ સમજવું. જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. (પૃ. ૭૬૨).
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy