________________
જ્ઞાનપ્રાપ્તિનાં સાધન (ચાલુ)
૨૨૮
અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. એ માટે થઇને છ પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એવો દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી ? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. શ્રુતિ વિના સંસ્કાર નથી. જો સંસ્કાર નથી તો પછી શ્રદ્ધા કયાંથી હોય ? અને જ્યાં એ એક્કે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય ? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે.
સર્વજ્ઞવચનામૃત અકર્મભૂમિ કે કેવળ અનાર્યભૂમિમાં મળતાં નથી તો પછી માનવદેહ શું ઉપયોગનો ? એ માટે થઇને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે. તત્ત્વની શ્રદ્ધા ઊપજવા અને બોધ થવા માટે નિગ્રંથગુરુની આવશ્યકતા છે.
દ્રવ્યે કરીને જે કુળ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાનપ્રાપ્તિની હાનિરૂપ જ છે. કા૨ણ ધર્મમતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે; એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂ૨નું છે. એ સઘળાં પ્રાપ્ત કરવા માટે થઇને ભાગ્યશાળી થવું. તેમાં સત્પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઇત્યાદિક ઉત્તમ સાધનો છે. (પૃ. ૧૧૫)
ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કોઇક જ જાણે છે. નહીં તો નિગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. નીરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધનરૂપ છે; એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધનો છે. એ, સાધનો પ્રાપ્ત કરવાની વાટ કહીએ તોપણ ચાલે. (પૃ. ૧૧૭) સંબંધિત શિર્ષક : સાધન
જ્ઞાનમાર્ગ
D - વચનાવલી:
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.
પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઇએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદિ કા૨ણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડયો.
જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.
જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આકિતનો ત્યાગ કરી તેની ભકિતમાં જોડાય.
જોકે જ્ઞાની ભકિત ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી,