________________
૨૨૫
જ્ઞાન, મતિ
D આયુષ્યક્રર્મ એક જ ભવનું બંધાય. વિશેષ ભવનું આયુષ બંધાય નહીં. જો બંધાતું હોય તો કોઇને કેવળજ્ઞાન ઊપજે નહીં. (પૃ. ૭૦૮)
જ્ઞાન, ચૌદપૂર્વનું
‘ચૌદપૂર્વધારી કંઇ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાભે અને જઘન્યજ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ?’
જધન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન; અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું; અને ‘એક દેશે ઊભું' એવું ચૌદપૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદપૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી ચૌદપૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં ‘દેશે ઊણું' ચૌદપૂર્વનું જ્ઞાન સમજવું. ‘દેશે ઊણું' કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડયા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઇ ભાષા અઘરી અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઇ, તેને ચૌદપૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. (પૃ. ૨૨૭)
જ્ઞાન, મતિ
D મતિ સ્ફુરાયમાન થઇ જણાયેલું જે જ્ઞાન તે ‘મતિજ્ઞાન', અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે ‘શ્રુતજ્ઞાન’; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઇ પ્રગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, અથવા તે ‘શ્રુતજ્ઞાન’ પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ ‘શ્રુતજ્ઞાન’ મતિ વિના થઇ શકતું નથી; અને તે જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઇએ. એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. (પૃ. ૭૪૪)
D' સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. લિંગ દેખાવ ઉપરથી બીજાના ક્રોધ હર્ષાદિ ભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાનનો વિષય છે. (પૃ. ૬૭૨)
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઇ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાનનો વિષય છે; એટલે મૂળ તો મતિ, શ્રુત, અને મન:પર્યવજ્ઞાન એક છે.
મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે; અને મન:પર્યવજ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી.
મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઇને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જયારે મનઃપર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. (પૃ. ૭૪૧-૨)
‘જાતિસ્મરણજ્ઞાન’ એ મતિજ્ઞાનનો ભેદ છે. (પૃ. ૭૬૭)