________________
જ્ઞાન, કેવળ (ચાલુ)
૨૨૦ એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. (પૃ. ૪૯૮) જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે કેવળજ્ઞાન” એટલે “મોક્ષ'; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે
એમ નથી; પરંતુ અનુભવગમ્ય છે. (પૃ. ૭૩૬) I આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ “કેવળજ્ઞાન’ મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન” છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર “કેવળ–કોટી’ કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચસે કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે “કેવળજ્ઞાન' છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે.” એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થયું તેનું નામ “કેવળજ્ઞાન” મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. સંક્ષેપમાં ફરી લખીએ છીએ. “આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન” છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મથી કરી બાહ્યવૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.” (પૃ. ૪૯૮) આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે
તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. (પૃ. ૩૬૪) T નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે
‘કેવળજ્ઞાન' છે. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઇ ચારિત્ર આરાવે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ” પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ–સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન” છે. (પૃ.૫૨૦, ૭૨૦). I આત્માને ક્યારેય પણ વિકાર ન ઊપજે, તથા રાગદ્વેષપરિણામ ન થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય.
(પૃ. ૭૧૨) D કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં, અને જયારે એમ છે ત્યારે તેને વિષે બીજું
કશું રમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જો કોઇ અંશે. રાગદ્વેષ હોય તો તે ચારિત્રમોહનીયના કારણથી છે. જયાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ. તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઇ શકતાં નથી, એટલે કેવળ જ્ઞાનમાં તે હોતાં નથી; તે એક બીજાના પ્રતિપક્ષી છે. જયાં વળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જયાં રાગદ્વેષ છે ત્યાં
કેવળજ્ઞાન નથી. (પૃ. ૭પ૦) | સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન
થાય. (પૃ. ૮૨૦) T સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપય...