________________
==
=
૨૧૧
જૈનમાર્ગ મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. (પૃ. ૬૬૬) n જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર
આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી
આંટી છે. (પૃ. ૭૬૫) D હાલમાં જૈનમાં ચોરાસીથી સો ગચ્છ થઇ ગયા છે. તે બધામાં કદાગ્રહો થઇ ગયા છે, છતાં તેઓ બધા કહે
છે કે “જૈનધર્મમાં અમે જ છીએ. જૈનધર્મ અમારો છે'. (પૃ. ૭૧૬) 0 સંબંધિત શિર્ષક: ધર્મ જૈનમાર્ગ
D જૈનમાર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. (પૃ. ૭૩૦) | D જૈનમાર્ગ જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે.
જેને હોવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે : જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જુદા છે. જ્ઞાનદર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકોચવિકાસનું ભાજન છે. અનાદિથી કર્મગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આસ્થાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે
જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજરઅમર, શાશ્વત વસ્તુ છે. (અપૂર્ણ) (પૃ. ૫૮૦) 0 શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન'; - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. આ માર્ગ આત્મગુણરોધક નથી, પણ બોધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશો સંશય નથી. આ વાત પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઇચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ
અનુભવગમ્ય થાય છે. (પૃ. ૭૫૧) D જૈનમાર્ગનો પરમાર્થ સાચા ગુરુથી સમજવાનો છે.
જૈનલિંગધારીપણું ધરી જીવ અનંતી વાર રખડયો છે. બાહ્યવર્તી કિંગધારી લૌકિક વ્યવહારમાં અનંતી વાર રખડયો છે. આ ઠેકાણે જૈનમાર્ગને નિષેધતા નથી; જેટલા અંતરંગ સાચો માર્ગ બતાવે તે “જૈન”. (પૃ. ૭૩૧). D જૈનમાર્ગમાં હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અંચલગચ્છ, લંકાગચ્છ, ખરતરગચ્છ ઇત્યાદિ. આ દરેક પોતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે બીજા વિભાગ છ કોટિ, આઠ કોટિ ઇત્યાદિ દરેક પોતાથી અન્ય કોટિવાળાને મિથ્યાત્વી માને છે. વ્યાજબી રીતે નવ કોટિ જોઈએ. તેમાંથી જેટલી ઓછી તેટલું ઓછું; અને તે કરતાં પણ આગળ જવામાં આવે તો સમજાય કે છેવટે નવ કોટિયે છોડયા વિના રસ્તો નથી. (પૃ. ૭૫૩)