SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ જૈનદર્શન 1 શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા , માર્ગ તેનું નામ “જૈન'; – જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. (પૃ. ૭૫૧) અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે રમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તો તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે. (પૃ. ૭૦૨) D જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં. (પૃ. ૭૮૦) D જગતના સઘળા દર્શનની – મતની શ્રદ્ધાને ભૂલી જજો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્યરુષોના અદ્ભુત, યોગસ્કુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે. (પૃ. ૨૧૮) 0 પડિક્કમામિ, નિંદામિ, ગરિણામિ, અપ્પાણે વોસિરામિ', આદિ પાઠનો લૌકિકમાં હાલ એવો અર્થ થઈ ગયો જણાય છે કે “આત્માને વોસરાવું છું', એટલે જેનો અર્થ, આત્માને ઉપકાર કરવાનો છે તેને જ, વહી ગયા છે. જેમ જાન જોડી હોય, અને વિધવિધ વૈભવ વગેરે હોય, પણ જો એક વર ન હોય તો ન શોભે અને વર હોય તો શોભે; તેવી રીતે ક્રિયા વૈરાગ્યાદિ જો આત્માનું જ્ઞાન હોય તો શોભે; નહીં તો ન શોભે. જૈનમાં હાલમાં આત્માનો ભુલાવો થઈ ગયો છે. (પૃ. ૭૧૬). D જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. (પૃ. ૮૧૨) જેનદર્શન D જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્ત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ નાસ્તિક' એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી. જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. (પૃ. ૨૦૨) જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચારસંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઇએ. ઉપર ઉપરથી કે કોઇ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય; તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે; તેમ જગતના સઘળા ધર્મમતો એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઇને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્ત્વને પામેલા પણ નથી. જૈનના અક્કેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રર્વતકો કેવા પવિત્ર પુરુષો
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy