SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ જીવ (ચાલુ) પર્યાયોછે. મનુષ્યપર્યાય નાશ પામેલો એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી. જે જીવ જન્મ્યો હતો; તે જ જીવ નાશ પામ્યો. વસ્તુત્વે તો તે જીવ ઉત્પન્ન થયો નથી, અને નાશ પણ થયો નથી. ઉત્પન્ન અને નાગ દેવત્વ, મનુષ્યત્વનો થાય છે. એમ સનો વિનાશ, અને અસત જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે. (પૃ. ૫૮૭). 1 પ્રકતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્ભાવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે. (પૃ. ૫૯૦) જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય “ચૈતન્યઘન જીવ’ તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે; કે જે સપુરુષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થમાત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ “વક્તવ્ય’ અને ‘અવક્તવ્ય' એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે. અવક્તવ્યપણે જે છે તે અહીં ‘અવક્તવ્ય' જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પરુષે કરી જણાય એવો જીવઘર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિષે (પત્રાંક ૪૩૬) કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત ર સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. (પૃ. ૩૬૭) 3 જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલનો સંયોગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ પ્રહે છે. તેથી તેજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરનો યોગ થાય છે. (પૃ. ૮૨૬-૭) 0 પ્ર0 જીવ રૂપી કે અરૂપી? ઉ0 રૂપી પણ ખરો અને અરૂપી પણ ખરો. પ્ર0 રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી તે કહો. ઉ0 દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી. (પૃ. ૧૨૯) જીવ એ પુદ્ગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી; પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં. આ વસ્તુત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી. (પૃ. ૩૧૫) | ઉદય, ઉપશમ, ક્ષાયિક, લયોપશમ અને પરિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે. (પૃ. ૫૮૯) D જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાનામોટા શરીરમાં પ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિષે પણ સંકોચપણે વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે. જેમ જેમ જીવ કર્મપુદ્ગલ વધારે પ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે. (પૃ. ૭૪૫).
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy