________________
૧૯૫
જિન (ચાલુ) T સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય?
જો સદ્ગુરુઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે; અથવા રાગ, ઉષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. તે સદ્ગુરુ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ
જીવને સમજાય છે. (પૃ. ૫૩૩-૪). 0 શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે
પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન”; - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય
છે. (પૃ. ૭૫૧) T જિન અને જૈન શબ્દનો અર્થ :
ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર્ જૈન; મત મદિરાકે પાનસેં, મતવારા સમજૈ ન.
- સમયસાર નાટક (પૃ. ૭૬૫) T જિનની પ્રતિમા (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે
તેની પ્રતીતિ થાય છે. (પૃ. ૭૫૩) 0 જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. (પૃ. ૪૪૪) 0 જિનનાં વચનની રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં. પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં
નહીં ? શું તેને આશ્રર્ય નહીં લાગ્યું હોય, કાં છૂપાવ્યું હશે? (પૃ. ૨૩૬) 1 શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન
હોય તે જિન ન હોય. બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધે કર્યો છે, જે હજુ સુધી કાયમ છે. બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધ સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધ જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. જગતસુખમાં તેઓની સ્પૃહા નહોતી. (પૃ. ૭૮૦). 1 વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તો બની શકે તો કાંટા દૂર
કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે. (પૃ. ૭૩૯) સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે.