________________
જાણવું (ચાલુ)
૧૯૨ મેરુ આદિનું વર્ણન જાણી તેની કલ્પના, ફિકર કરે, જાણે મેરુનો કંટ્રાક્ટ ના લેવો હોય ? જાણવાનું તો મમતા મૂકવા માટે છે. ઝેરને જાણે તે ના પીએ. ઝેરને જાણીને પીએ તો તે અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે. જે દ્રઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ કરવાનો કામી કહેવાય. જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ! તે તો અજાણપણું જ
કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાનો ઉપાય કરે તે જાણપણું. (પૃ. ૭૩૪-૫) D આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય
સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ
બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૬૫) D પ્રથમ જ્ઞાન અને પછી દયા (એમ અનુભવ કરીને) સર્વ સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં, શું કરે, કે
જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી ? શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઇએ, પાપને જાણવું જોઈએ;
બંનેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય, તે સમાચરવું જોઇએ. (પૃ. ૧૮૫) I ચક્ષઈન્દ્રિય સિવાય બીજી ઈન્દ્રિયથી, જે જાણી શકાય તેનો જાણવામાં સમાવેશ થાય છે. ચક્ષઇન્દ્રિયથી
જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણવાપણું અધૂરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય. ત્રિકળ અવબોધ ત્યાં સંપૂર્ણ જાણવાનું થાય છે. ભાસન શબ્દમાં.
જાણવા અને દેખવા બન્નેનો સમાવેશ થાય છે. (પૃ. ૭૬૦) | જાતિસ્મરણજ્ઞાન
જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના “ધારણા' નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે
જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞીપણું ન આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે. (પૃ. ૭૫૫) “જાતિસ્મૃતિ’ થઇ શકે છે. પૂર્વ ભવ જાણી શકાય છે. અવધિજ્ઞાન છે. (પૃ. ૬૬૨) આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યફ હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ – જ્ઞાનયોગ - અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.
જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકાસ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. (પૃ. ૧૯૦) D “જાતિસ્મરણજ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો:
નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને