SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ | ચારિત્ર (ચાલુ) ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યક્ત્વ પછી સાતમાં ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. (પૃ. ૭૪૦) D પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વભાવ) જોઇએ. (પૃ. ૮૩૧) ચારિત્ર(શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું.)દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. (પૃ. ૪૬૧). જીવનો સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્રયમય એવો સ્થિર સ્વભાવ) તે નિર્મળ ચારિત્ર' સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે. (પૃ. ૫૯૪) D તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. (પૃ. ૬૫૩) T સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. સપુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે. (પૃ. ૬૦૭) D જે ઉપાયો દુ:ખ મટવા સંબંધી) દર્શાવ્યા તે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ “સમ્યક્રમોક્ષ'. જેમ જેમ સમ્યદર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્મારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને કર્મ કરીને રાખ્યારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર રવભાવ સિદ્ધ થતી જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; અને આત્મા નિજપદમાં લીન થઇ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મવિભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યફદર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યફસ્વભાવને પામે છે એ સમ્યફદર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમ્યફદર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્મચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. (પૃ. ૫૭૭) આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ ‘યથાખ્યાતચારિત્ર કહ્યું છે. (પૃ. ૭૦૫) 1 જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર, અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ. (પૃ. ૭૭૩) T ક્ષાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જયાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું, - ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. (પૃ. ૭૬૩) વિષયનો નાશ (વેદનો અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે; ને નવમાં ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. (પૃ. ૭૬૫) T જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ “સ્વચારિત્ર'થી ભ્રષ્ટ છે અને ‘પરચારિત્ર' આચરે છે એમ જાણવું. જે ભાવ વડે આત્માને પુણ્ય અથવા પાપગ્નવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વશે કહ્યું છે.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy