________________
૧૭૭
ગૃહસ્થ
જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બોધે, કંચનકામિનીથી સર્વભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેન્દ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય, ધર્મ માટે થઈને માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય, નિર્ગથ પંથ પાળતાં કાયર ન હોય, સળીમાત્ર પણ અદત્ત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય, સમભાવી હોય, અને નીરાગતાથી સત્યોપદેશક હોય. ટૂંકામાં તેઓને કાષ્ઠસ્વરૂપ સદ્ગુરુ જાણવા. ગુરુના આચાર, જ્ઞાન એ સંબંધી આગમમાં બહુ વિવેકપૂર્વક વર્ણન કર્યું છે. (પૃ. ૬૫).
લોભી ગુરુ, એ ગુરુ-શિષ્ય બન્નેને અધોગતિનું કારણ છે. (પૃ. ૧૯૪). I અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે” એવો ભાવ હોતો નથી. (પૃ. ૬૮૫). દેવ, ગુરુ, તત્ત્વ, અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છેઃ (૧) કસ, (૨) છેદ, અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દ્રષ્ટાંતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કોઇમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરુઅને ધર્મ ખરા ગણાય. (પૃ. ૭૭૮) જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરી ગુરુની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં.
(પૃ. ૭૭૧). | સંબંધિત શિર્ષક સદ્ગુરુ, જ્ઞાની
| ગૃહસ્થ
D સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે; તેઓનો ગૃહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરુષ, સામાયિક, ક્ષમાપના, ચોવિહાર-પ્રત્યાખ્યાન ઇ0 યમનિયમને સેવે છે. પરપત્ની ભણી માતુ બહેનની દ્રષ્ટિ રાખે છે. યથાશકિત સત્પાત્રે દાન દે છે. શાંત, મધુરી અને કોમળ ભાષા બોલે છે. સાસ્ત્રનું મનન કરે છે. બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઈ0 કરતો નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાયોગ્ય સન્માન આપે છે. માબાપને ધર્મનો બોધ આપે છે. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઇ0 રખાવે છે.