________________
૧૭૧
ગુણસ્થાનક, સાતમું | લીધે પ્રમત્ત' સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું
બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. (પૃ. ૫૩૩) D પાંચમે અને છૐ ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છઠ્ઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી; એટલે તેરમે અને છેલ્લે ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (પૃ. ૫૩૩) છકે ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદદશા આવી જાય છે. પણ તે આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રોધક છે. (પૃ.૫૩૨-૩) D છ મુખ્યતા (ધર્મધ્યાનની) મધ્યમ છે. (પૃ. ૧૮૮).
કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથે, પાંચમે, છ ગુણસ્થાનકે તેથી અલ્પ
છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. (પૃ. ૫૩૩) D માર્ગઉપદેશક પ્રવૃત્તિ છટ્ટથી શરૂ થાય.
છકે ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે. યથાવત માર્ગઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદ્ગુરુ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ છ ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશાઅર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સદ્ગુરુ શ્રી તીર્થકરાદિ આપ્તપુરુષનાં આશ્રયવચનથી જેણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે અને એ માર્ગસાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદ્ગુરુનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદ્ગુરુને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે. (પૃ. ૬૨૨) પ્રાયે પાંચમે, છ ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગનો વિશેષ સંભવ થતો જાય છે; અને ત્યાં પણ જો
પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. (પૃ. ૩૭૩-૪) . D ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
(પૃ. ૫૩૩) ગુણસ્થાનક, સાતમું (અપ્રમત્તસંવત ગુણસ્થાનકી |
કેવળ રમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે રવભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્રર્શન. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક. (પૃ. ૮ર૪) આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. (પૃ. ૭૫૨). કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી, ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તોપણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઇ શકવી મુશ્કેલ છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યક્ત્વ સમાય છે. ચોથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું