SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ ગુણ, વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, ૨ડીને તે બાલ્યાવસ્થા પૂર્ણ થાય છે, અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિદ્યવૃષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે. ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરચલી પડી જાય છે; સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઇ જાય છે; કેશ ધવળ થઇ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લથડિયાં ખાતાં ચાલવું પડે છે. કાં તો જીવનપર્યત ખાટલે પડયાં રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રોગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કોળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી નહતી થઇ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિનાં દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુઃખ રહ્યાં છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઇ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષ આત્મકલ્યાણને આરાધે છે. (પૃ. ૭૦-૧) I અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સુવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. (પૃ. ૩૭૯) D જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે. ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે; દેહથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. (પૃ. ૧૯૩) D. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. (પૃ. ૫૪૯) D V૦ માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર ઉ૦ દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇન્દ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે. (પૃ. ૪૨ ૬-૭) D ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. (પૃ. ૧૨૮) 1 ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કોઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy