________________
૧૪૯
કગુરુ
દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથફ પૃથફ રહે છે. પરમાણુપુદ્ગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેનો (પરમાણુપુદ્ગલનો) “સ્કંધ' થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (લોક) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે. અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઇ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઇને
પૃથફ પૃથફ છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે. (પૃ. ૭૫૯) T સંબંધિત શિર્ષક દ્રવ્ય
D અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચઢે છે.
કોઈ કુગુરુઆશ્રિત જીવ બોધશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તો તે કગરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સતઅસત વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને
સાચા માર્ગેથી પડી જાય છે. (પૃ. ૬૮૫) T કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી. (પૃ. ૭૦૫) શાસ્ત્રમાં કહેલ મહાવીરસ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના જીવો હાલમાં નથી; કેમકે તેમને થયાં ૨૫૦૦ વર્ષ થયાં માટે પ્રત્યક્ષજ્ઞાની જોઇએ. કાળ વિકરાળ છે. કગુરુઓએ લોકોને અવળો માર્ગ બતાવી ભુલાવ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે; એટલે જીવ માર્ગમાં કેમ આવે? જોકે કુગુરુઓએ લૂંટી લીધા છે, પણ તેમાં તે બિચારાઓનો વાંક નથી કેમકે કુગુરુને પણ તે માર્ગની ખબર નથી. કુગુરુને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે પણ કહે નહીં કે “મને આવડતો નથી. જો તેમ કહે તો કર્મ
થોડાં બાંધે. મિથ્યાત્વરૂપી બરોળની ગાંઠ મોટી છે, માટે બધો રોગ ક્યાંથી મટે? (પૃ. ૭૨૧) 2 અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છેદે કલ્પના કરી, જીવોને તરવાનું બંધ કરાવી દે છે.
અજ્ઞાનીના રાગી બાળાભોળા જીવો અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના બાંધેલા તે બન્ને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આવો કુટારો જૈનમતોમાં વિશેષ થયો છે. સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઇને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે. (પૃ. ૭૨૨) અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અવળું ઝલાવી દીધું છે, એટલે લોકો ગચ્છ, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓએ લોકને અવળો જ માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. (પૃ. ૭૨૨) 1 અજ્ઞાની સાધુઓએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાંખ્યા જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે
મારા દોષ શું ઘટયા છે? તો તો જણાય કે જૈનધર્મ મારાથી વેગળો રહ્યો છે. જીવ અવળી સમજણ કરી પોતાનું કલ્યાણ ભૂલી જઇ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા ટુંઢિયાના સાધુને, અને ઢુંઢિયા તપાના સાધુને અન્નપાણી ન આપવા માટે પોતાના શિષ્યોને ઉપદેશ