SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ કલ્યાણ (ચાલુ) || કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે, તે કલ્યાણ નથી. (પૃ. ૩૬૪) T સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. (પૃ. ૬૦૭) D વ્યસન વધાર્યાં વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે. તેમણે વ્યસન થોડા વખતમાં ત્રણ ગણું કરી નાખ્યું તો તે વિષે તેમને ઠપકો દેવાનો હેતુ એટલો જ છે કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે, તથા મન પરવશ થતું જાય છે, જેથી આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે. (પૃ. ૬૫૧) T કોઇનો દોષ જોવો ઘટતો નથી, સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે; એવી ભાવના અત્યંતપણે દૃઢ કરવા યોગ્ય છે. જગતવૃષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવાજોગ છે, એ વિચાર રાખવો. (પૃ. ૬૬૦) 0 અનંતાનુબંધી માન, કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. (પૃ. ૯૫). જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ અને સત્પષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. (પૃ. ૬૯૬) 0 જ્યાં સુધી લોકના અભિનિવેશની કલ્પના કર્યા કરો ત્યાં સુધી આત્મા ઊંચો આવે નહીં; અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. (પૃ. ૭૧૩) D ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મનો આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. (પૃ. ૭૧૩) 1 વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. (પૃ. ૭૩૦) 0 જીવ નિક્ષિી રહેતા નથી. અનાદિથી પક્ષમાં પડયા છે, અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે. (પૃ. ૭૩૧) આત્મા અજ્ઞાનરૂપી પથ્થર કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો ' છે એટલે કલ્યાણ સૂઝતું નથી. (પૃ. ૭૩૩) જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ! (પૃ. ૭૩૫). 2 મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રનો ત્યાગ હોય, તોપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે ? (પૃ. ૭૬૮). કલ્યાણ શું હશે ?' એવો જીવને ભામો છે. તે કાંઈ હાથી-ઘોડો નથી. જીવને આવી ભ્રાંતિને લીધે કલ્યાણની કૂંચીઓ સમજાતી નથી. સમજાય તો તો સુગમ છે. (પૃ. ૭૩૩). 0 લૌકિકભાવ છોડી દઇ, વાચાજ્ઞાન તજી દઇ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલો શીખી લઈને સવ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy