________________
કલ્યાણ (ચાલુ)
૧૩૪
હજારો ઉપદેશવચનો, કથન સાંભળવાં કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. (પૃ. ૧૫૫)
‘જ્ઞાનીપુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે', એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. (પૃ. ૩૮૪)
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. (પૃ. ૬૦૪)
જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરનો સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તેા વિશેષ દોષ લાગે છે તેનું તો ભાન નથી. માટે જ્ઞાનીની કોઇ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તો તે કલ્યાણનો મુખ્ય માર્ગ છે. (પૃ. ૬૯૮)
જે જીવ કદાગ્રહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય. વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢુંઢિયા, દિગંબર જૈનાદિ ગમે તે હોય પણ જે કદાગ્રહરહિતપણે શુદ્ધ સમતાથી પોતાના આવરણો ઘટાડશે તેનું જ કલ્યાણ થશે. (પૃ. ૭૦૯)
સાચા પુરુષ મળે, ને તેઓ જે કલ્યાણનો માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તો અવશ્ય કલ્યાણ થાય. કલ્યાણનો માર્ગ એક જ હોય; સો-બસો ન હોય. અંદરના દોષો નાશ થશે, અને સમપરિણામ આવશે તો જ કલ્યાણ થશે. (પૃ. ૭૧૧)
પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. (પૃ. ૭૨૯)
I વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. (પૃ. ૩૩૦)
નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે; તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. (પૃ. ૫૮)
કોઇ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાનીપુરુષનો સમાગમ થતાં તે જ્ઞાનીપુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઇ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ ખાશો નહીં; તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાધુ એમ કહે, ‘મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજું ગમે તે કહો તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.’ જ્ઞાની કહે છે ‘ત્યારે એ વાત જવા દે, અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તોપણ કામનું નથી. અહીં તો તેમ ક૨શે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી. માટે જઇને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.' (પૃ. ૬૯૨)
જ્ઞાનીપુરુષ સમતાથી કલ્યાણનું જે સ્વરૂપ બતાવે છે તે ઉ૫કા૨ને અર્થે બતાવે છે. જ્ઞાનીપુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. (પૃ. ૭૦૮)