________________
કર્મબંધ (ચાલુ)
૧૩૨ ઉપાય ? તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો? (પૃ. ૫૬૮) n જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર,
કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ
છોડે છે. (પૃ. ૭૪૪). 0 જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલો જે આકાશ તેને વિષે રહેલા જે સૂક્ષ્મ પુદગલ તેમાંથી ગ્રહને
કરે છે. બહારથી લઈ કર્મ બાંધતો નથી. આકાશમાં ચૌદ રાજલોકને વિષે સદા પુદ્રાલે ઇરમાણું ભરપૂર છે; તે જ પ્રમાણે શરીરને વિષે રહેલો જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુદગલ પરમાણુનો સમૂહ ભરપૂર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી, કર્મબંધ પાડે છે. એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છે. એવા કોઇ કોઇ પદાર્થ પ્રત્યે જીવ રાગદ્વેષ કરે તો તે ત્યાંના પુલ પ્રહી બંધ બાંધે છે કે શી રીતે ? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તો આત્માની વિભાવરૂપ પરિણતિ છે; અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે; માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો એવો જે એ , તે જે ક્ષેત્રે છે
તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુદ્ગલ પરમાણ તેને કહીને બાંધે છે. બહાર ગ્રેહવા જતો નથી (ક. ૩૪૭) D જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ.
કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે સંભાવના હેતુએ કરી
કર્મબંધ ન થાય. (પૃ. ૭૪૪) D કર્મબંધ થોડે થોડે છોડવા ઇચ્છે તો છૂટે. જેમ કોઠી ભરી હોય, પણ કાણું કરી કાઢે તો છેવટે ખાલી થાય.
પણ દ્રઢ ઇચ્છાથી કર્મ છોડવાં એ જ સાર્થક છે. (પૃ. ૩૦૨)
સંબંધિત શિર્ષક : બંધ | કલ્પદ્રુમ | T માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઇ કલ્પદ્રુમની છાયા છે; અને કાં
કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ ખરી. અને એ
કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવ જોબ્ધ થવું મશીસ્ત છે. (પૃ. ૨૭૯) કલ્પના T સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. (પૃ. ૧૪)
વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. (પૃ. ૩૯૪) કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કથિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક
નહીં તે, જીવની કલ્પનામાત્ર, ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ. (પૃ. ૬૬૪) . T કલ્પિત ભાવમાં કોઇ રીતે ભૂલ્યા જેવું નથી. (પૃ. ૩૭૧)