SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ | કર્મઉદય (ચાલુ) ૧૨૮ અશુભ કર્મનો ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, ગઢમાં, ઘરમાં, શયામાં, કુટુંબમાં, રાજાદિક સામંતોની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરતાં છતાં કયાંય પણ નથી છોડતો. આ લોકમાં એવાં સ્થાન છે કે જેમાં સૂર્ય, ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા વૈક્રિયિક રિદ્ધિવાળાં જઈ શકતાં નથી, પરંતુ કર્મનો ઉદય તો સર્વત્ર જાય છે. પ્રબળ કર્મનો ઉદય થતાં, વિદ્યા, મંત્ર, બળ, ઔષધિ, પરાક્રમ, વહાલા મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કોટ, શસ્ત્ર, સામ, દામ, દંડ, ભેદાદિક બધા ઉપાય શરણરૂપ થતા નથી. જેમ ઉદય થતા સૂર્યને કોણ રોકે ? તેમ કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણી સમતાભાવનું શરણ ગ્રહણ કરો, તો અશુભ કર્મની નિર્જરા થાય, અને નવો બંધ ન થાય. (પૃ. ૧૯-૨૦) 3 આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈ પરિણમે છે. અશાતાનો મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણ કે મંદ ઉદયને રોકવાને સમર્થ તો અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શક્તિધારક રોકવાને સમર્થ નથી. (પૃ. ૨૦) T કર્મ ઉદય આવશે એવું મનમાં રહે તો કર્મ ઉદયમાં આવે ! બાકી પુરુષાર્થ કરે, તો તો કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ લક્ષ રાખવો. (પૃ. ૭૦૮) T ક્રોધાદિક કરી જે કર્મો ઉપાર્જન કર્યા હોય તે ભોગવ્ય છૂટકો. ઉદય આવ્યે ભોગવવું જ જોઈએ, સમતા રાખે તેને સમતાનું ફળ. સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવા પડે છે. (પૃ. ૭૩૪) T સંબંધિત શિર્ષક : ઉદય કર્મક્ષય T જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે. (પૃ. ૭૩૯). D સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. (પૃ. ૬૪૬) D V૦ કર્મની મુખ્ય પ્રવૃતિઓ કેટલી છે? કઈ કઈ? ઉ0 આઠ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય. પ્ર) એ આઠે કર્મની સામાન્ય સમજ કહો. ઉ0 જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શકિત છે તેને આચ્છાદન કરે છે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદાન કરે છે. વેદનીય એટલે દેહનિમિત્તે શાતા, અશાતા બે પ્રકારના વેદનીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે. મોહનીયકર્મથી આત્મચારિત્રરૂપ શક્તિ રોકાઈ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. ગોત્રકર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રોકાઈ રહી છે. આયુકર્મથી અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગશક્તિ રોકાઈ રહી છે. (પૃ. ૧૨૯)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy