________________
| કર્મ, આયુષ્ય (ચાલુ) ૧૨૦
_| અંતર્મુહૂર્તમાં કરે છે. ૦ “અનાવર્તન' અને “અનુદીરણા” એ બેનો અર્થ મળતો છે; તથાપિ તફાવત એ છે કે
“ઉદીરણા'માં આત્માની શક્તિ છે, અને “અપવર્તન'માં કર્મની શક્તિ છે. ૦ આયુષ ઘટે છે, એટલે થોડા કાળમાં ભોગવાય છે. (પૃ. ૭૬૮-૯) નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવાં
પડે છે; જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. (પૃ. ૭૫૮) 0 આયુકર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય. (પૃ. ૭૬૩) | સંબંધિત શિર્ષક: આયુષ્ય કર્મ, ઘાતી D ઘાતકર્મ ઘાત કરે તેને કહેવાય. (પૃ. ૭૩૪). 1 ઘનઘાતી એવાં ચાર કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, જે આત્માના ગુણને
આવનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તો પણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારુ ભોગવવાં જોઇએ; તે ન ભોગવવાં એવી ઇચ્છા થાય તોપણ, ત્યાં તે કામ આવતી નથી; ભોગવવાં જ જોઇએ; અને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક શ્લોક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતો ન હોય તે બે, ચાર, આઠ, સોળ, ચોસઠ, સો અર્થાત્ વધારે વાર ગોખવાથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે; અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમજ દર્શનાવરણીય કર્મના સંબંધમાં સમજવું. મોહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જમ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીય કર્મનો તીવ્ર બંધ હોય છે, તોપણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવાં પડે છે; જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. (પૃ. ૭૫૮) ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય એ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંત ભોગઉપભોગલબ્ધિ સંપ્રાપ્ત થાય
છે. (પૃ. ૬૪૫). D ચાર ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. (પૃ. ૭૬૦) | કર્મ, જ્ઞાનાવરણીય | “જ્ઞાનાવરણીયકર્મ અને “અજ્ઞાન” એક નથી; “જ્ઞાનાવરણીયકર્મ' જ્ઞાનને આવરણરૂપ છે, અને
અજ્ઞાન' જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે. (પૃ. ૫૯૭)