SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ (ચાલુ) ૯૮ આપનું (શ્રી મનસુખરામભાઇનું) ‘યોગવાસિષ્ઠ'નું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ શમાવવાને એ શીતળ ચંદન છે. (પૃ. ૨૧૮) E ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવાં ન જોઇએ. (પૃ. ૭૮૫) ઉપાધ્યાય દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાનને હું ૫૨મ ભકિતથી નમસ્કાર કરું છું. (પૃ. ૫૮૧) ઉપાય . અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. (પૃ. ૬૪૧) D આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઇ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભકિતયોગરૂપ સંગ છે. (પૃ. ૩૬૫) જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. (પૃ. ૪૧૨) D નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્નજ્ઞાન સિવાય અન્ય કોઇ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાનીપુરુષોએ જાણ્યો નથી. (પૃ. ૪૮૩) પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઇ ઉપાય હોય તો તે વીતરાગનો ધર્મ જ છે. (પૃ. ૬૪૨) આત્મ – ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય. (પૃ. ૧૦) મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સત્શાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે. (પૃ. ૬૪૩) સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. (પૃ. ૪૧૩) જયાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ઇશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને તેના ઉપાયનો કંઇ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે. (પૃ. ૩૭૧) જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઇ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યાં પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે, તોપણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય ? તેમના પ્રત્યે કંઇ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક્ (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો ? (પૃ. ૫૬૮) ન — ઉપાય કર્યા વિના કાંઇ દરદ મટતું નથી. તેમ લોભરૂપી જીવને દરદ છે તેનો ઉપાય કર્યા વિના તે ન
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy