________________
| ઉપદેશજ્ઞાન (સિદ્ધાંતજ્ઞાન) (ચાલ) ૯૦
જણાતાં છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે; પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે” એ આદિ જે શિક્ષા છે તે ઉપદેશજ્ઞાન છે. “આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દૃષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા હોય છે, તે “સિદ્ધાંતજ્ઞાન' છે.' વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુજીવે કરવું ઘટે છે; કારણ કે સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, અને તે પ્રકાર જોઇ મુમુક્ષુજીવ અંદેશો-શંકા પામે છે; અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે, એવું ઘણું કરીને બનવા યોગ્ય જ છે. કારણ કે સિદ્ધાંતજ્ઞાન તો જીવને કોઇ અત્યંત ઉજ્જવળ ક્ષયપક્ષમ અને સદ્ગુરુના વચનની આરાધનાએ ઉદ્દભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગુરુથી કે સાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દૃઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે લયોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે; જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે - વિસ્તારેલ છે; માટે નિઃસંશયપણે યોગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સગ્રંથો વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૯૯-૪૨૦) T સિદ્ધાંતજ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે
યોગવાસિષ્ઠ', ‘ઉત્તરાધ્યયન', ‘સૂત્રકૃતાંગાદિ વિચારવામાં અડચણ નથી. (પૃ. ૪૧૪) | એકલું બીજજ્ઞાન જ તેમનું (દીપચંદજી મુનિનું) કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. “સિદ્ધાંતજ્ઞાન સાથે જોઈએ, એ “સિદ્ધાંતજ્ઞાન અમારા દયને વિષે આવરિતરૂપે પડયું
છે. હરિઇચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. (પૃ. ૨૯૧). T જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે.
(પૃ. ૩૧૯) T સંબંધિત શિર્ષક : જ્ઞાન | ઉપદેશબોધ (સિદ્ધાંતબોધ) . T બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંતબોધ' અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને
કારણભૂત એવો ઉપદેશબોધ', જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે ‘સિદ્ધાંતબોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે; તે