________________
૭૯
આહાર-વિહાર-નિહાર (ચાલુ) | સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. (પૃ. ૧૫૮).
આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. (પૃ. ૫) જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કોઇ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી. (પૃ. ૭૭૮). D “આહાર, વિહાર અને નિહારનો નિયમિત' એ વાક્યનો સંક્ષેપાર્થ આમ છે :
જેમાં યોગદશા આવે છે, તેમાં દ્રવ્ય આહાર, વિહાર અને નિહાર (શરીરના મળની ત્યાગક્રિયા) એ નિયમિત એટલે જેવી જોઈએ તેવી, આત્માને નિબંધક, ક્રિયાથી એ પ્રવૃત્તિ કરનારો. (પૃ. ૨૧૮) નિઃસ્વાર્થપણે વિહાર કરું. (પૃ. ૧૩૭) T સંબંધિત શિર્ષક : અભક્ષ્ય