________________
આશ્રમ (ચાલુ)
૭
ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાનો સમીપે યોજના કરાવી; ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમ જ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. (પૃ. ૨૦૮)
D બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે ક૨ી આચરવાની જે મર્યાદા શ્રુતિ, સ્મૃતિએ કહી છે, તે મર્યાદાસહિત તે તે આશ્રમમાં વર્તવું તે ‘આશ્રમધર્મ’ છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે.
જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચોવીશ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું; ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા; એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદાકાળને વિષે બીજા આશ્રમનાં આચરણને ગ્રહણ કરે તો તે ‘પરધર્મ' કહેવાય; અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તો તે ‘સ્વધર્મ' કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમધર્મને ‘સ્વધર્મ' કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને ‘સ્વધર્મ’ શબ્દે સમજવા યોગ્ય છે; અર્થાત્ સહજાનંદસ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે ‘સ્વધર્મ’ શબ્દથી કહ્યો છે.(પૃ. ૫૦૬)
વેદોકત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેઓથી તેમ થવું અશકય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. (પૃ. ૫૧૨)
આશ્રય
મુમુક્ષુ જીવે પ૨મ ભક્તિસહિત તે (પ્રત્યક્ષ આશ્રયનું) સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે.
યોગબળસહિત, એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષસાધનરૂપ થઇ શકે એવા અતિશયસહિત જે સત્પુરૂષ હોય તે જયારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભકિતરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે. પણ તેવા ઉદયયોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી.
બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી તે તેમનું કરુણા સ્વભાવપણું છે. જગતના જીવોનો ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ ઘણાં કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતાં તેવો પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે; અથવા કાંઇ પ્રારબ્ધવિશેષથી સત્પુરુષપણે કોઇના જાણવામાં આવ્યા, તોપણ પૂર્વાપર તેના શ્રેયનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી; અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે.
તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો જ્યાં કોઇ તેવો ઉપદેશઅવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ ‘પ્રત્યક્ષ આશ્રયમાર્ગ'નો ઘણું કરીને ઉપદેશ કરતા નથી, ક્વચિત્ ‘પ્રત્યક્ષ આશ્રયમાર્ગ’ના ઠેકાણે ‘આશ્રયમાર્ગ’ એવા સામાન્ય શબ્દથી, ઘણા ઉપકારનો હેતુ દેખી, કંઇ કહે છે. અર્થાત્ ઉપદેશવ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી. (પૃ. ૪૧૮)
D જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષનાં વચનનું