________________
પાક્યના વિચાર એ પહેલું પગલું છે. વિચારમાંથી જ આચરણ આવે. સદ્વિચાર હોય તો જીવન સદાચારી બને. વિચારો સારા અને સબળ થઈ શકે છે. જો વિચારો
નબળા અને પાયા વગરના હશે, તો જીવન હીણપતભર્યું, ઉદાસ અને નિરાશ થઈ જશે. પરંતુ વિચારોની સુદઢતાથી પ્રત્યેક વાણી, વહેવાર અને જીવનને મઠારી શકાય છે. વિચારો તો પુનર્જીવનનો પાયો છે. વિચારો તો ઉત્તમ જીવનની આધારશીલા છે. માટે વિચારોને સદૈવ શુભ ચિંતનમય અને દઢ સંકલ્પભર બનાવવા પ્રમાણિક પ્રયત્ન કરવો જ જોઈએ. તે અસંભવ નથી. કારણ પ્રત્યેક અસંભવ શબ્દમાં સંભવતા રહેલી જ છે.
ગુરુદેવ શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ સદૈવ વિરાટ ઇચ્છાશક્તિ અને અમાપ સદઢ તથા અમોઘ વિચારોના હિમાયતી રહ્યા હતા. તેમના આ અદભુત પુસ્તકમાં જીવન-કવનની કેડીને વધુ સુરેખ રીતે કંડારવામાં રાજમાર્ગ તેમણે આપ્યો છે.
દિવ્ય જીવન સંઘ, અમદાવાદ દ્વારા શિવાનંદ સાહિત્ય પ્રચાર-પ્રસારની જે લોકોત્કર્ષ દિવ્ય પ્રવૃત્તિ થઈ રહી છે, તે સ્તુત્ય છે.
પોતાનું સ્વાથ્ય ખૂબજ નાદુરસ્ત હોવા છતાં, મૂળ અંગ્રેજી પુસ્તક સાથે પ્રસ્તુત વર્તમાન અનુવાદને પૂરીથી જોઈ લઈને આવશ્યક સુધારા-વધારા અને ભાષાશુદ્ધિ જહેમત ઉઠાવવા માટે આદરણીય ડૉ. મફતભાઈ જે. પટણી સાહેબના આપણે સૌ સદૈવ ઋણી રહીશું.
સત્વરે, ખૂબજ ટૂંક સમયમાં સુંદર રીતે આ પુસ્તક છાપી આપવા બદલ હરિ ૐ પ્રિન્ટરીનો પણ આભાર. - આ પૂર્વે પણ વિચારશક્તિ” પુસ્તકે અનેક અંધકારમય અને નિરાશા તથા હતાશા વચ્ચે ઝૂલતાં જીવનોની બુઝાતી દીપશિખાની શગ ઊંચી કરી છે. આ નવી આવૃત્તિ પણ પ્રેરણાનાં પીયૂષ અવશ્ય પીવડાવશેજ, તેવી સંભાવના સાથે.
શિવરાત્રી ૨૦-૨-૨૦૧૨ શિવાનંદ આશ્રમ, અમદાવાદ
સ્વામી અધ્યાત્માનંદ