________________
માબાપે પોતાના બાળકોના મનમાં હિંમત ને સાહસના ગુણ રેડવા જોઈએ. તેઓએ કહેવું જોઈએ, “જો, આ ચિત્રમાં સિંહ છે. સિંહની માફક ગર્જના કર. હિંમતવાળો બન. શિવાજી, અર્જુન કે ક્લાઇવનું ચિત્ર જો. બહાદુર બનો.'
પશ્ચિમમાં શિક્ષકો બાળકોને યુદ્ધભૂમિનાં ચિત્રો બતાવે છે અને કહે છે જેમ્સ ! જો આ ચિત્ર નેપોલિયનનું છે. તેની બહાદુરી કેવી હતી ! તને લશ્કરનો સેનાપતિ કે બ્રિગેડિયર જનરલ થવું ગમે?” આવી રીતે બાળકોના મનમાં બચપણથી જ હિંમત રેડે છે. તેથી જ્યારે તેઓ મોટાં થાય છે ત્યારે આ સંસ્કાર દેઢ થાય છે. ૯. વિચાર વિનિમયનો પ્રયોગ
શરૂઆતમાં વિચાર વિનિમયનો પ્રયોગ થોડા અંતર માટે કરવો. તેમાં પ્રથમ રાત્રે શરૂઆત કરવી.
તમારા મિત્રને ૧૦ વાગ્યે વિચાર ગ્રહણ કરી શકે તે માટે અનુકૂળ ને શાંત સ્થિર મન રાખવાનું કહો. સાથે સાથે અંધારા ઓરડામાં આંખો મીંચી વજાતને કે પદ્માસને બેસવાને કહો.
પછી બરાબર નક્કી કરેલ સમયે સંદેશો મોકલવાનો પ્રયાસ કરો. જે વિચારો તમારે મોકલવા હોય તેના પર તમારા મનને એકાગ્ર કરો. તમારી ઇચ્છાશક્તિને પણ તીવ્ર બનાવો. વિચારો તમારા મનમાંથી બહાર નીકળી તમારા મિત્રના મગજમાં પ્રવેશ કરશે.
કદાચ શરૂઆતમાં કંઈક ભૂલ પણ થાય, પણ જેમ જેમ પ્રેક્ટિસ વધશે તેમ તેમ આ ક્રિયામાં ફાવટ આવતી જશે અને સંદેશા મોકલવામાં તેમ જ ઝીલવામાં વધારે ને વધારે ચોક્સાઈ આવતી જશે.
આગળ જતાં તમે દુનિયાને ગમે તે સ્થળે સંદેશા મોકલવા શક્તિમાન થઈ શકશો. વિચારનાં આંદોલનો એકાગ્રતા અને શક્તિ પ્રમાણે વિવિધ પ્રકારનાં હોય છે. મોકલનારે તેમ જ ઝીલનારે ખૂબ જ એકાગ્રતા કેળવવી જોઈએ. તો જ વિચાર મોકલવામાં વેગ આવી શકશે અને ઝીલવામાં પણ સ્પષ્ટતા અને ચોક્સાઈ આવશે. પ્રથમ એક જ ઘરમાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં વિચાર વિનિમયનો પ્રયોગ શરૂ કરો.
આ વિજ્ઞાન ઘણું આનંદ ને રસદાયક છે. તેમાં ધીરજપૂર્વક ખંતની જરૂર છે. બ્રહ્મચર્ય પણ ખાસ જરૂરનું છે.