________________
શરીર હંમેશાં મનને અનુસરે છે. જો ઊંચેથી નીચે કૂદકો મારવાનો વિચાર મનમાં આવે તો તરત જ શરીર તેને માટે તૈયારી કરે છે અને તે પ્રમાણે તેમાં ફેરફાર દેખાય છે. ભય, ચિંતા, શોક, આનંદ, ઉત્સાહ, ક્રોધ - આ બધાં ચહેરા પર પોતાની વિશિષ્ટ છાપ પાડ્યા વિના રહેતાં નથી.
૪. આંખો દ્વારા વ્યક્ત થતા વિચારો
આંખો એ બહારની દુનિયા સાથેના વ્યવહારનાં આત્માનાં દ્વાર છે, અને તેઓ પણ મનની આંતરિક સ્થિતિ ને વિચારોને વ્યક્ત કરે છે.
મનની અંતર ટેલિગ્રાફના જેવી શક્તિ છે, જે કપટ, નિરાશા, શોક, તિરસ્કાર, આનંદ, શાંતિ, સંવાદિતા, આરોગ્ય બળ ને સૌંદર્યના સંદેશા પ્રેરી શકે છે.
જો તમે બીજાની આંખોના ભાવ વાંચવાની શક્તિ કેળવો તો તમે તેનું મન પણ એકદમ જાણી શકો. જો તમે વ્યક્તિનો ચહેરો, વાતચીત ને વર્તણૂકને બારીકીથી નિહાળશો તો જરૂર તેના મનની પ્રધાન લાગણી કે વિચારને જાણી શકશો. આ માટે જરાક ચીવટ, બુદ્ધિની તીક્ષ્ણતા, પ્રયાસ ને અનુભવની જરૂર છે.
૫. વિઘાતક વિચારો ઝેર સમાન
ચિંતાના ને ભયના વિચારો એ આપણી અંદરનાં ભયંકર પરિબળો છે. તેઓ જીવનના ઝરાને કલુષિત કરે છે અને જીવનની સંવાદિતા, કાર્યસાધકતા, પ્રાણશક્તિ ને જોમનો નાશ કરે છે. આથી ઊલટું પ્રસન્નતા, આનંદ, ઉત્સાહ, વગેરે જીવનને પ્રફુલ્લિત બનાવે છે. તેની કાર્યશક્તિ વધે છે, ને માનસિક શક્તિઓને પણ અનેકગણી કરી મૂકે છે. માટે હંમેશાં આનંદી બનો ને હસો. ૬. માનસિક ને શારીરિક ક્રિયાઓ વચ્ચેની સંવાદિતા
વિચારની અસર શરીર પર થાય છે. મનની અંદરનો શોક શરીરને નિર્બળ બનાવે છે. આથી ઉલટું, શરીરની મન ઉપર અસર થાય છે. તંદુરસ્ત શરીર મનને પણ તંદુરસ્ત બનાવે છે. જો શરીર માંદુ હોય તો મન પણ તંદુરસ્ત ને મજબૂત ન બને.
ક્રોધના ઝનૂની આવેશથી મગજના કોષોને સખત નુકસાન પહોંચે છે, કેમકે તેથી તેમાં ઝેરી રાસાયણિક દ્રવ્યો ઉત્પન્ન થાય છે. સાથે સાથે મગજને
૧૬