________________
તે પહેલા નંબરનો મૂર્ખ છે. તેની સ્થિતિ શાહમૃગ જેવી છે. શિકારીઓ પાછળ પડતાં તે પોતાનું માથું નીચે રેતીમાં ઢાંકી દે છે અને એમ માને છે મને કોઈ જોઈ શકતું નથી.
ચહેરો એ મનનું સ્વરૂપ ખુલ્લું બતાવનાર કાંટો કે બીબું છે. દરેક વિચાર ચહેરા પર પોતાની અસર મૂકતો જાય છે. દિવ્ય વિચારોથી ચહેરો પ્રફુલ્લ બનશે, જ્યારે પાપમય વિચારથી કાળો ધબ થઈ જશે. આમ, સતત સેવેલા દિવ્ય વિચારો ચહેરા પરનો પ્રકાશ ઓર વધારે છે.
જેવી રીતે કૂવામાંથી પાણી સીંચતાં, વાસણ વારંવાર કૂવાની પાળ સાથે અથડાવાથી તેમાં વધારે ને વધારે ઊંડા ગોબા પડે છે તેવી જ રીતે સતત પાપી વિચારોથી ચહેરા ઉપર કાળી છાપ પણ ઊંડી થતી જાય છે. આમ, ચહેરાના બાહ્ય દેખાવથી મનના ઊંડાણનું ખરેખરું દર્શન થઈ શકે છે.
ચહેરો એ જાણે કે મનની ભીતરમાં ચાલી રહેલાં કાર્યોની જાહેરાત કરવા માટેનું પાટિયું છે. તેમાં તમારા વિચારો, લાગણીઓ, વલણો ને ઊર્મિઓ સ્પષ્ટ રીતે લખાઈ જાય છે.
મનુષ્ય કદાચ એમ ધારે કે હું મારા વિચાર ગુપ્ત રાખું છું, પણ તેનો ચહેરો એ ખુલ્લો કરી દે છે. કામ, ક્રોધ, લોભ, ઇર્ષા, વેરઝેર, વગેરેની લાગણીઓ ને વિચારો તુરત જ ચહેરા પર ઊંડી છાપ મૂકતા જાય છે.
આમ, ચહેરો એ મનમાંથી પસાર થતા અનેકવિધ વિચારોનું આબેહૂબ ને વિશ્વાસપાત્ર નોંધ રાખનાર સંવેદનશીલ સાધન છે. અમુક સમયે મનની સ્થિતિ ને મનમાંના વિચારો કેવા હતા તે જાણવા માટે ચહેરો એ સ્વચ્છ અને સાફ અરીસો સમાન છે.
૩. શારીરિક વલણ ને ક્રિયાઓમાં વિચારોનું અનુસરણ
મન એ આ ભૌતિક શરીરનું સૂક્ષ્મ સ્વરૂપ છે, અને શરીર એ વિચારોનું બાહ્ય સ્વરૂપ છે. તેથી જ્યારે મનમાં ક્રિયા કે હલનચલન થાય ત્યારે તેને અનુરૂપ શરીરમાં પણ ફેરફાર થાય છે.
જેવી રીતે ક્રૂર દેખાવનો માણસ સામાન્ય રીતે બીજામાં પ્રેમ કે દયાની ભાવના પ્રેરી શકતો નથી, તેવી જ રીતે આંતરિક રીતે ક્રૂર માણસ પણ બીજામાં પ્રેમ ને દયા પ્રેરી શકશે નહિ.
મન પોતાની વિવિધ આંતરિક સ્થિતિને સ્પષ્ટ રીતે ચહેરા પર આલેખી શકે છે અને બુદ્ધિશાળી માણસ તેને સહેલાઈથી વાંચી શકે છે.
૧૫