________________
૨.
વિચારશક્તિ તેના નિયમો ને પ્રેરક બળો
૧. વિચાર-ભાગ્યનિર્માતા શક્તિ
જો મન સતત એક જ પ્રકારના વિચાર સેવ્યા કરે તો એક ચીલો પડી જાય છે. તે માર્ગે અનાયાસે વિચારશક્તિનું વહન થયા કરે છે અને તે એક પ્રકારની ટેવ પડી જાય છે. આ ટેવ મૃત્યુ બાદ પણ સાથે જ રહે છે. કારણ કે તે “અહંનો ભાગ બની જવાથી પછીના જન્મમાં પણ સંસ્કાર ને વિચારરૂપે ફુરી ઊઠે છે.
યાદ રાખો કે દરેક વિચારને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હોય છે. અમુક પાર્થિવ જીવન દરમિયાન બધી મનોમય પ્રવૃત્તિનું ગાળણ થઈ તેના સત્ત્વરૂપે જે શેષ બાકી રહે તેના પરથી તેનું પછીનું જીવન રચાય છે.
વિચાર અને તે પરથી રચાતા ભાગ્યમાં સૂક્ષ્મ બળો કેવી રીતે કાર્ય કરે છે તે વિગતવાર સમજવું સહેલું નથી. દરેક કર્મની બેવડી અસર થાય છે. એક તો વ્યક્તિના મન ઉપર ને બીજી, દુનિયામાં થતી બાહ્ય અસર, પોતાનાં કર્મની બાહ્ય અસરથી જે વાતાવરણ ઉત્પન્ન થાય તે તેના ભવિષ્યના જીવન માટેના સંજોગો પેદા કરે છે.
દરેક કર્મભૂતકાળ સાથે સંકળાયેલું છે. જેમાંથી તેનું કારણ મળી આવશે. - દરેક કર્મને ભવિષ્ય સાથે પણ સંબંધ છે. કેમકે ભવિષ્ય તેમાંથી જ ઉત્પન્ન થાય છે. દરેક કર્મની પાછળ તેને ઉત્પન્ન કરનાર ઇચ્છા અને તેને ઘડનાર વિચાર હોય છે જ. આ કાર્યકારણની અનંત સાંકળમાં દરેક વિચારરૂપી કડી છે, જેમાં દરેક કાર્ય કારણરૂપ ને દરેક કારણ કાર્યરૂપ બને છે. આ સાંકળમાં દરેક કડી ઇચ્છા, વિચાર ને ક્રિયારૂપી ત્રણ ભાગના બનેલા રેણ વડે સાંધી દેવામાં આવી છે. ઇચ્છા વિચારને પ્રેરે છે. વિચાર ક્રિયારૂપે પરિણામ પામે છે ને ક્રિયા ભાગ્યવિધાતા બને છે.