________________
( વિશ્વ પ્રાર્થના)
ઓ સ્નેહ અને કરુણામૂર્તિ પૂજ્ય પ્રભુ ! તને નમસ્કાર હો ! નમસ્કાર હો ! તું સચ્ચિદાનંદઘન છે. તું સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. તું સર્વાન્તર્યામી છે.
અમને ઉદારતા, સમદર્શિતા અને સમતા આપ. શ્રદ્ધા, ભક્તિ અને ડહાપણ આપ. અમને આધ્યાત્મિક અંતઃશક્તિ આપ, કે જેથી અમે વાસનાઓનું દમન કરી મનોવિજેતા બનીએ. અમને અહંકાર, કામ, ક્રોધ, લોભ અને દ્વેષથી મુક્ત કર. અમારું હૃદય દિવ્ય ગુણોથી ભરી દે.
બધાં જ નામ રૂપોમાં તારું જ દર્શન કરીએ. બધાં જ નામ રૂપોમાં તારી જ સેવા કરીએ. હમેશાં તારું જ રટણ કરીએ, તારું જ સ્મરણ રહે, તારો જ મહિમા ગાઈએ. કેવળ તારું જ પાપનાશક નામ અમારા હોઠ પર રહે. અમે તેમાં જ સ્થિર થઈએ. હરિ ૐ તત્સત્
- સ્વામી શિવાનંદ