________________
સમાધિશતકમ
૩૯ તેમ જ જેને આત્મજ્ઞાન થયું નથી, તે શરીરમાં આત્મબુદ્ધિ ધારણ કરી, શરીરની વૃદ્ધિથી પિતાને વૃદ્ધિવાળે માને છે અને શરીર જાડું થાય ત્યારે પોતાને જાડે માને છે, શરીર સુકાય ત્યારે પિતાને સુયેલો માને છે, શરીર રેગી થાય છે, ત્યારે રેગી માને છે.
શરીરની પુષ્ટિ અર્થે અનેક પ્રકારના પાપ કરે છે. માંસ મદીરા, ખાવામાં અચકાતો નથી અને અનેક પ્રકારના પાપ કરી અને નરક નીદમાં મરીને અવતરે છે.
એમ અનાદિ કાળથી આત્મા શરીરને જ આત્મા માની તેના અર્થે અનેક પ્રકારના પાપ કરી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ભવમાં ભટકે છે.
આત્મામાં આત્મ બુદ્ધિ થતાં જણાયું કે,
અહો ! મેં આજ સુધી પર વસ્તુને પિતાની માની, બાલ, જુવાન, વૃદ્ધ શરીર તે જ હું એવું માન્યું પણ હવે તે પુગલ વસ્તુ મારી નથી. તે તેને સંગ કેમ કરું ? તેમાં કેમ રાચું–મારું ?
આવી રીતે આત્મજ્ઞાન થયાથી પર વસ્તુને ત્યાગ ભાવ થાય છે અને બાળકને જેમ પૂતળીમાં સ્ત્રી બુદ્ધિ હતી, પણ તે બૃદ્ધિ મોટો થતાં ટળે છે, અને તેવા પ્રકારના હાવભાવ કરતો નથી, તેમ અજ્ઞાન અવસ્થામાં આત્માએ શરીરમાં આત્મબુદ્ધિ ધારણ કરી, અજ્ઞાન ચેષ્ટા કરી, પણ આત્મજ્ઞાન થયા બાદ તેવા પ્રકારની ચેષ્ટા કરતો નથી. . અથાગ પ્રતે થાળો, નિવૃત્ત કુશવાહે .
तथा चेष्टोस्मि देहादौ, विनिवृत्तात्मविभ्रमः ॥२२ ।