________________
૩૦
સમાધિશતકમ
હવે આત્મજ્ઞાનના ઉપાય દર્શાવે છે.
एवं त्यक्त्वा बहिर्वाचं, त्यजेदन्तरशेषतः । હત્ત્વ થોન: સમાસેન, ટીપ: પરમાત્મન || ૨૭ || ભાવા ——એ પ્રમાણે બાહ્યવાણી ત્યાગી અંતરને પણ અશેષ-સમગ્રપણે ત્યજે, સંક્ષેપથી પરમાત્માનેા દીપક સમાન એ ચેાગ છે.
એ પ્રમાણે પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, કુટુ'બ, ભાગાદિ ખાહ્ય વસ્તુના વાચક શબ્દ માત્ર તેને સથા પ્રકારે તજવા અને તે પછી અંતરવાચાને પણ અશેષપણે તજવી. અર્થાત્ જેથી અહંતા સિદ્ધ થાય છે તેવી વાચા માત્ર તજવી. એટલે હું સુખી, હુ દુઃખી, આ મારુ... આ તારુ' ઇત્યાદિ અંતરવાચા પણ તજવી.
વાચાના ચાર ભેદ છે. ૧ પરાવાચા. ૨ પશ્યન્તિવાચા. ૩ મધ્યમાવાચા અને ૪ વૈખરીવાચા.
મુખથી જે વાણી ખેલાય છે તે વૈખરીવાચા કહેવાય છે, તેને જ ખાહ્ય વાચા કહે છે.
અંતરમાં સૂક્ષ્મ ચિ’તનરૂપ જે સકલ્પ ઉઠે છે તે તથા પશ્યતિ અને મધ્યમાને અંતર્વાચા કહેવામાં આવે છે.
પૂર્વોક્ત ખાદ્ય અને અંતર્વાચાને તજવાથી ખાદ્ય આંતર ત્યાગરૂપ યોગ કહ્યો. તે કરવાથી આત્માની સ્થિરતારૂપ એવા સમાધિયાગ થાય કે સક્ષેપમાં આત્મસ્વરૂપ પ્રકાશક તે યાગ જલ્દીથી બને છે. અહિ ગ્રંથકર્તાએ ઉત્તમ સમાધિયેાગ ખતાવ્યા છે. ચિત્તવૃત્તિ નિરોધ લક્ષણ સમાધિનું