________________
મૂળ કૃતિના પ્રત્યેક સંસ્કૃત લેક ઉપર અને ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજની દુહાની પ્રત્યેક કડી ઉપર આ સમાધિશતક' ગ્રંથમાં ગુજરાતીમાં સવિસ્તર વિવેચન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ કર્યું છે. એથી આપણને વિશેષ લાભ થયે છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આધ્યાત્મિક અનુભૂતિ ધરાવનાર બહુશ્રત પંડિત પણ હતા. એથી આ ગહન કૃતિ અધ્યાત્મરસિક વ્યક્તિઓ માટે સમજવામાં સરળ અને સ્પષ્ટ બની છે.
આ ગ્રંથનું વાંચન-મનન અનેક મુમુક્ષુઓને ઉપકારક નીવડશે એવી દઢ આશા છે.
અષાઢ સુદ-૧૧ વિ. સં. ૨૦૪૬ ૩-૭-૧૯૯૦
રમણલાલ ચી. શાહ
પ્રમુખ શ્રા અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળી
મુંબઈ