________________
સમાધિશતકમ
૧૭૭ ભેદજ્ઞાનથી ઔદયીકભાવને ભગવતે છતે પણ સવારભાવમાં રમણતાથી નવીન કર્મ ગ્રહણ કરતો નથી.
ઉપશમભાવ તથા ક્ષયોપશમભાવ તથા ક્ષાયીકભાવથી પ્રગટ થતા આત્માના ગુણેમાં રમે છે. બાહ્ય જગતને વિલેકીને તેમાં સ્વસ્વરૂપ ભૂલી પરિણમી નથી.
આત્માનુભવ કરતો છતો, આનંદમાં આનંદ વ્યતીત કરે છે. શાતા અને અશાતા વેદનીયના યોગે સુખ તથા દુઃખ થાય તથા યશનામ કર્મોદયથી યશ થાય અને અપયશ નામકર્મ ઉદયમાં આવ્યાથી અપયશ થાય, તે પણ સમતાભાવથી વૈરાગ્ય અનુભવી જીવ શાન્તપણે સહન કરે છે.
કહ્યું છેઅનુભવીને એટલું આનંદમાં રહેવું રે, સુખ દુઃખ આવે ત્યારે સમભાવે સહેવું રે, કંઈને કંઈ ન કહેવું રે.
અનુભવી. ૧. શરીરમાં રહેલા આત્માને પરમાત્મા રૂપ માની અનુભવી શ્વાસોશ્વાસે આત્માનું સ્મરણ કરે છે. “સોદ્દ” એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીને ધારક અસંખ્ય. પ્રદેશી પરમાત્મા તે જ હું છું, એમ અજપાજપે હંસ. પોતાના સ્વરૂપે નિર્મલ પ્રકાશે છે.
" હું સેતું” એ પ્રમાણે ધ્યાન ધરતો આત્મા સહજ સમાધિભાવને પામે છે. .. ગવિદ્યાના જ્ઞાતા શ્રી ચિદાનંદજી મહારાજ ગાનભવ પ્રમાણે સેહે શબ્દથી ધ્યાન કરતાં આત્માની જેવી. સ્થિતિ થાય છે, તેવી પદ દ્વારા જણાવે છે – ૧૨