________________
સમાધિશતક
૧૭૫ ઈન્દ્રને જેમ પટરાણી છે. તેમ મુનિરૂપ ને સમતારૂપ પટરાણી છે, જે સમતાની પ્રાપ્તિથી મુનિરાજ મમતારૂપ કુલટાને છેડે છે. સમતા સંયમ નૃપતિની પુત્રી છે. અને મમતા મહ ચંડાલની બેટી છે.
સમતાનું અદ્ભુત સ્વરૂપ છે, તે શ્રી ઉપાધ્યાયજી મ. પદ દ્વારા કહે છે કે –
પદ ચેતન ! મમતા છાંડ પરીરી, પરરમણીશું પ્રેમ ન કીજે, આદર સમતા આપ વરીરી.
ચેતન૧ મમતા મહ ચંડાલકી બેટી સમતા સંજમતૃપ કુમરીરી, મમતા મુખ દુર્ગધ અસતી, સમતા સત્ય સુગધ ભરીરી.
ચેતન૦ ૨ મમતાસે રિતે દિન જાવે, સમતા નહિ કેઉ સાથલરીરી; મમતા હેતુ બહુત હે દુશ્મન, સમતાકે કઈ નહિ અરીરી.
ચેતન ૩ મમતાકી દુરમતિ હે આલી, ડાયણ જગત અનર્થ કરી, સમતા શુભ મતિ હે આલી, પર ઉપગાર ગુણસે ભરીરી.
ચેતન ૪. મમતા પુત ભયે કુલપંપણ, શેક વિયેાગ મહા મછરીરી, સમતા સુત હોયગ કેવલ, દહેગે દિવ્ય નિશાન ઘુરીરી.
ચેતન ૫ સમતા ગગન હોય ચેતન, જે તું ધારીશ શિખ ખરીરી, સુજ વિલાસ લહેશે તે તું, ચિદાનન્દઘન પદવી વરીરી.
ચેતન ૬