________________
૬૪
बीजाङ्कुरस्कन्धदलाद्यवस्था
मुच्छिद्य पापाः खलु तस्करास्ताम् । गच्छन्ति तेषां न विवेकशैले,
पुनः प्रचारो भटकोटिपूर्णे ॥६७॥
મોહરાજના પાપી સૈનિકો વિવેકશૈલની તલાટીના પ્રદેશમાં તક લઈને છાપા મારે છે; અને વૈરાગ્ય વેલડીનો બીજ, અંકુર સ્કન્ધ વગેરે જે કોઈ અવસ્થા સુધી વિકાસ થયો છે તેને નષ્ટ કરીને ભાગી છૂટે છે પણ તે ચોરો ચારિત્ર ધર્મરાજના ક્રોડો સુભટોના ચોકી પહેરાવાળા વિવેકપર્વત ઉપર જવાની હિંમત પણ કરી શકતા નથી.