________________
પ્રસ્તાવિકમ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબ રચિત વૈરાગ્ય કલ્પલતા” (દશ હજાર શ્લોક પ્રમાણ) એક મોટો દળદાર ધર્મગ્રંથ કરી છે. તે ગ્રંથના પ્રથમ સ્તબક “વિરાગ-વેલડી'ના ર૬૯ શ્લોક છે. આ ની પ્રથમ સ્તબકનો ભાવાનુવાદ મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબે ગુજરાતીમાં કરેલ છે.
શ્રી રાજ સૌભાગ આશ્રમમાં દર મહિને આધ્યાત્મિક શિબિરોનું હા આયોજન થાય છે. મોક્ષમાર્ગના પથદર્શક એવા પ.પૂ. ભાઈશ્રી | હિરી નલીનભાઈ કોઠારી, આ શિબિરોમાં અલગ અલગ વિષયોને લઈ, કિમ
અર્થપૂર્ણ વિવેચન દ્વારા સૂક્ષ્મ સમજણ આપે છે. “વિરાગ-વેલડી' એક
એવો ઉત્તમ વિષય છે કે જેના અભ્યાસથી સાધકોને વૈરાગ્યનું માહાભ્ય ની સુવિશેષ સમજાશે.
ની વૈરાગ્ય તે અધ્યાત્મનો પાયો છે. જો આ પાયો દ્રઢ અને મજબુત કરી હોય તો જ સાધક તેની ઉપર આધ્યાત્મિક ચણતર કરી શકે છે. થી વૈરાગ્યભાવમાં વિકાસ કરી રહેલા સાધકે સતત મોહરાજાના
આક્રમણ સામે લડવું પડે છે અને ત્યારે પોતાની રક્ષા અર્થે તે જ
ચારિત્રધર્મરાજાનું શરણ લઈને કેવો બળવાન બને છે એનું સુંદર છે ન ચરિત્રદર્શન આ પુસ્તકમાં અપાયું છે.
પુસ્તકના ૧૨૪મા શ્લોકમાં જણાવે છે કે - “વૈરાગ્યભાવના | સર્વસ્વ સમાં સમાધિભાવને પામવાને માટે સઘળો પ્રયત્ન ભવ્યાત્માએ (કરી છૂટવો જોઈએ.” અને શ્લોકમાં ૧૨૫માં “સમાધિની સુધા સ્વરૂપ
આ વૈરાગ્ય જિનેશ્વરદેવની નિષ્કામ ભક્તિમાંથી ઉત્પન્ન થાય છે. આમ શ્રી વૈરાગ્ય સમાધિભાવ અને ભક્તિનો આ ત્રણેયનો સમન્વય કરી શા ઉપાધ્યાયજી આ વિષયને ઘણો રસસભર બનાવ્યો છે.
બધી જ ભુમિકાના સાધકોને આગળ વધવા માટે આ પુસ્તક ઘણું થિી જ ઉપયોગી છે.
શ્રી રાજ સૌભાગ સ્તસંગ મંડળ - સાયેલા