________________
૨૬૧
धृत्वा तृणं याति सीता स्ववक्त्रे, द्राक्षापि सा सचति हियेव । विधोः सुधा च क्षयमेति भीता,
मन्ये जिता यस्य कथारसेन ॥ २६४॥
આ કથાના રસની તો શી વાત કરું ? આ કથા રસની મીઠાશને જોઈને તો સાકરની સેંતી બની અને જાણે પરાજય જાહેર કરતી લોકોના મોંમા તરણાંની જેમ બેસી ગઈ. અને પેલી દ્રાક્ષ તો આ કથારસની મીઠાશ પાસે પોતાની મીઠાશને કાંઈ વિસાતમાં ન જોઈને શરમથી સંકોચાઈ ગઈ !
અને ચાંદની સુધા તો બિચારી આ કથારસ પાસે હાર ખાઈને ભયભીત થઈને વારંવાર ક્ષીણ થઈ જવા લાગી.
·
आयुःक्षयादर्वाक् धर्मः कर्तव्य इति गुर्वाज्ञाऽस्ति । આયુષ્યના ક્ષય પૂર્વે ધર્મ કરવો જોઈએ એ પ્રમાણે ગુરુઆજ્ઞા છે.