________________
૧૯૨
हृद्वर्गणां पुद्गलजन्यवृत्ति,
विकल्परूपां कलयन् विविक्ताम् । समाधिशुद्धो मननात्मनोऽह
मिति स्मयं को विदधीत योगी ॥१९५॥
મનોવર્ગણાના પુદ્ગલથી જન્ય વિકલ્પોને પણ B સમાધિ શુદ્ધ આત્મા ભિન્ન જુએ છે. મનનમાત્રથી “હું મન છું એવો મિથ્યા ગર્વ તેમને થતો નથી. મન અને આત્માનું ભેદજ્ઞાન અનુભવ્યા પછી યોગીને એ મન સાથે વિચાર દ્વારા એકતા થતી નથી પણ તેને દષ્ટાભાવ જ રહે છે.
भावना प्रधानो निर्वाणहेतुः ।
ઉત્તમ ભાવના નિર્વાણનું મુખ્ય કારણ છે.