________________
८८
भवस्थितेर्भङ्गकरीयमिष्टा विशोधनी मोक्षमहापथस्य । जीवायसश्चाक्षयभावरागरसायनात् काञ्चनभावकर्त्री ॥ ९१ ॥
હે રાજન્ ! આ ત્રણે ય પ્રકારની જિનપૂજાઓ સંસાર પર્યાયનો છેદ કરી નાંખનારી હોવાથી આપણને ખૂબ જ ઈષ્ટ બની જશે. વળી મોક્ષના મહાપંથે પથરાએલા વિઘ્નોના કાંટા અને પથ્થરોની આ જ પૂજાઓ સાફસુફી કરે છે. એટલું જ નહિ પણ પૂજકના પૂજનનો જે અક્ષયભાવનો રાગ એ તો રસાયણનું કામ કરે છે.આ ભાવ-રસાયન જીવસ્વરૂપ લોખંડને સ્પર્શ કરીને એને વિશુદ્ધ સુવર્ણ બનાવી દે છે.
આવા તો અઢળક લાભો છે ત્રિલોકગુરુની પૂજાના.
*****‡¦ÉSÉSÉ÷ËÂËKËKËKËÆSÉSÉKÉSÉSÉ!
जो गिलाणं पडियर से मं पडियरइ । जो मं पडियरड़ से गिलाणं पडियरइ ॥
જે ગ્લાન સાધુની સેવા કરે છે તે મારી (તીર્થંકરની) સેવા કરે છે અને જે મારી (તીર્થંકરની) સેવા કરે છે તે ગ્લાન (બીમાર) સાધુની સેવા કરે છે. KÉNÉLÉSÉNÉÁÉÉÉÉÉKÉNÉLÉKÉRÉSÉSÉ