________________
છેરાજ્યમાન, ચારિત્રનાયક શાંતિદાસ શેઠ રાજ્યકાર્યમાં પણ આગેવાની ભર્યો ભાગ લેતા હતા. મહાન અકબર અને જહાંગીર બાદશાહ પાસે તેમનું સારી રીતે તમને પારખું સારું છે? ત્યારે બાદશાહ સાહેબને આપનું કામ છે માટે આવે તો ઘણું સારું” ત્યારે શાંતિદાસ બોલ્યા કે “હા, ચાલે” ત્યારપછી ઝવેરીઓએ સારાં લુગડાં ને ઘરેણાં લાવીને શાંતિદાસને પહેરાવ્યાં તે પહેરીને શાંતિદાસ તે ઝવેરીની સાથે બાદશાહને ત્યાં ગયા અને ઉંધો પગ ઘાલીને બેઠા. પછી ઝવેરી બોલ્યા “સાહેબ ! તમારે જે ઝવેરનું પારખું કરાવવું હોય તે લાવો આ અમારા મહાજનનો શેઠ કરી આપશે.” બાદશાહે તે ઝેર આપ્યું. તે લઈને શાંતિદાસે સારી પેઠે તપાસ્યું; ને કહ્યું કે, “સાહેબ! આ ઝવેરમાં કડે છે” ત્યારે બાદશાહે તે ઝવેર ભંગાવ્યું ત્યારે તેમાંથી એક કીડા સરખે કડક નીકળે ત્યારે બાદશાહ બોલ્યા કે “પારખું બરાબર કર્યું. તે પછી સેનાનાં કડાં ને પાલખી વગેરેને સરપાવ આપે. પછી શાંતિદાસ બાદશાહના દરબારમાં આવતા જતા થયા ને બાદશાહના માનીતા થયા ને રહેતાં રહેતાં તેમના જનાનખાનામાં જવા લાગ્યા; ને રાણુઓને બહેન કહીને બોલાવી. ત્યારે રાણુઓએ તેમને ભાઈ કહીને બોલાવ્યા. પછી દહાડે દહાડે હેત વધતું ગયું. રાણીઓએ પોતાના સગા ભાઈ કરતાં શાંતિદાસને આલે (વધારે) ગણવા માંડયા. શાંતિદાસ ત્યાં ઘણું દહાડા રહ્યા, પછી રાણીઓને કહ્યું કે “એ બહેને! હવે હું તે અહીંથી જઈશ” ત્યારે બહેનોએ કહ્યું કે “અહિંયાંથી જવાય નહિ. તમારે તો અહિંયાં જ રહેવું!” એ પ્રમાણે ઘણું ઘણું કહ્યું પણ શાંતિદાસ તે હઠ લઈ બેઠા કે “મારે તો જવું ને જવું” ત્યારે રાણીઓએ કહ્યું કે “તું મારે ભાઈ કહેવાય, તેથી તેને ઠાલો માલ જવા દઈએ એ તે કઈ ઠીક નહિ” માટે તમે થોડા દહાડા સબુર ખમો ને અમને બાદશાહને કહેવા દે ! પછી તેઓએ બાદશાહને કહ્યું કે અમારા ભાઈ શાંતિદાસ જાય છે તેમને કાંઈ વિદાયગીરી આપવી; અને એવી આપવી કે તે વંશપરંપરા ચાલે.' ત્યારે બાદશાહ બોલ્યા કે “કંઈ ગામ આપ” શાંતિદાસને ગામ આપવા માંડયાં તે લીધાં નહિ ને કહ્યું કે “સાહેબઅમારે ગામ ના જોઇએ, અમે વાણીઆ ભાઈ !” બાદશાહ બેલ્યા “ત્યારે તે તમારે શું જોઈએ ?” શાંતિદાસે વિચાર્યું કે “અમદાવાદ શહેર જેવું. બીજું શહેર કોઈ નથી માટે એ શહેરની નગરશેઠાઈ લઉં તો ઠીક, ને વળી આપણા વતનમાં પણ આવીશું” એવું ધારીને અમદાવાદની નગરશેઠાઈ માંગી. ત્યારે બાદશાહે નગરશેઠાઈ આપી ને વરસે દહાડે રૂપૈયા બાંધી આપી, (વર્ષાસન), તે સિવાય બીજું આપવું હશે તે આપી, વિદાય કીધા. શાંતિદાસ પછી અમદાવાદ આવીને વસ્યા.”
--પૃ. ર૭ર-ર૭૫. નોટ—“આપણું વતનમાં” એ શબ્દથી શેઠ દિલ્લીના નહિ પણ અમદાવાદના સિદ્ધ કરે છે. બાકી ઝવેરાતની કિંમત કરી કે, ઝવેરાતમાં કીડે છે તે જણાવ્યું તે વાત મૂળ રાસમાંથી સુસ્પષ્ટ પ્રાપ્ત થતી ન હોવાથી, તે વિષે વધુ જણાવી હમે મૂળ રાસથી વેગળા જવું યોગ્ય ધારતા નથી.