________________
નવર
.
જાહેર ખબર. આ જાહેર ખબર ઉપરથી સર્વને ખબર આપવામાં આવે છે કે શેત્રુંજા ડુંગર ઉપર જનારા શ્રાવક જાત્રાળુ પાસેથી સ્વસ્થાન પાલીટાણું તરફથી જે કર લેવામાં આવે છે, તે કર શેઠ શાંતીદાસના વંશજો પાસેથી નહિ લેવા સરકારને ઠરાવ છે, માટે જેઓ મજકુર શેઠ શાંતીદાસના વંશજ થવાને દાવ રાખતા હોય તેમણે આજથી ત્રણ માસની અંદર વંશાવળીની ખરી નલ સાથે અમારી હજુરમાં પિતાની હકીક્ત લખીતવાર જાહેર કરવી. મુદત વીતે કોઈને દા સાંભળવામાં આવશે નહીં. તા. ૨૭મી માર્ચ સને ૧૮૮૨.
એચ, એલ, નટ, મેજર, આકટીંગ ફર્સ્ટ આસીસ્ટંટ,
પોલીટીકલ એજન્ટ.
પ્રાંત ગેહલવાડ.
નશાસ્ત્ર નં ૨૭, ગેહલવાડ પ્રાંતના આજમ મેહેરબાન આસીસ્ટન્ટ પોલીટીકલ એજંટ સાહેબ બહાદુરની હજુરમાં, હું નીચે સહી કરનાર શેઠ સરૂપચંદ મુલચંદ રહેવાસી સુરત મધે ગોપીપરામાં કાએ મહેલામાંનાની અરજ એ છે જે.
શેઠ શાંતીદાસના વંશજોની હકીકતમાં આપ નામદાર સાહેબ તરફની તા. ૨૭ માર) સને ૧૮૮૨ ના રોજની જાહેર ખબર તા ૬ અપરેલ સને ૧૮૮૨ ના એજંસી ગેઝેટમાં પ્રસિદ્ધ થએલી છે, તે ફરમાન મુજબ હમારું પહેડીનામું આ સાથે રજુ રાખ્યું છે. જે જેવાથી આપ સાહેબની નીઘામાં આવશે કે મરહુમ શેઠ શાંતીદાસના પાંચ દીકરા પૈકી ચેથા દીકરા શેઠ માણેકચંદ, તેમના દીકરા શેઠ કેસરીસિંગ, તેમના બે દીકરા પૈકી શેઠ અજઃ રાલસંગ, તેમના દીકરા શેઠ દીપચંદશા, તેમના દીકરા શેઠ મુલચંદ મારા પિતાજી થાય છે. સબબ આ સાથેના પહેડીનામામાં લખેલ સખસ શેઠ શાંતીદાસના વંશજો છે એથી આપની ખાતરી થશે. એજ અરજ. તા. ૧૨ મી જુન સને ૧૮૮૨ મુકામ સુરત.
શેઠ સરૂપચંદ મુલચંદ સહી દા પોતે,