________________
૧૩૬ ઢાલ ૧૦ મી.
રાગ મારૂણી. સુગણ સેભાગી સહી ગુરૂ સાંભરે રે, જનકસુતા જિમ રા; કામ હું રતિને ધામ હું પંથીને રે, વ્યાપારી મનીદાસ. સુ. ૧ ચંદચકેરાં જલધર મેરા પ્રીતડી રે, ગીરધર રાધા જેમ; ગજરે વાપીઠ અંબ, ભમર જિમ માલતી રે, રાજમતી મન નેમ. સુ૨ હારમાંહી ગુણ, પટમાંહી તંદુઆરે, ચંદનમાંહિ જીમ વાસ; મેતીમાં ઉજવલતા, ગંધર્યું ફૂલમાં રે, તિમ ગુરૂ ગુણ આવાસ. સ. ૩. જેહને દીઠે તનમન હલૂચ્ચે રે, નીડે પાપની રાશી; . તેહ શ્રી ખીમા વિજયજી સુગતિ પધારીયા છે, જેહની મોટી આશ. સુ.૪ સુપનમાંહી જે આવી મુઝ દરીસણ દીઉરે, તે પહોંચે મનના કેડ; સુમતિ સદાજન મહીમા, સદ્ગુરૂ સેવત, વંદુ બેઉં કરજેડ. સુ. ૫
કલશ, ઈમ સંઘ સુખકર સાત ભયહર, સાત સુખવરદાયકે; સમાવિજય પન્યાસ પાવન, સાધુ મંડલીનાયકે; તસુ હસ્ત સુદીક્ષીત પેરે શિક્ષિત, જિનવિજય ગણી જગે જયે;
સુમતિવિ કહેણથી, એ વચન રસ સફલે થયે. ૧ ઈતિ શ્રી ક્ષમા વિજય ગણિ નિર્વાણ મહોત્સવ સંદર્ભ સંપુર્ણ.
૧ જનકની દીકરી સીતા. ૨ દેર. ૩ ઢગલે