________________
૧૨૨
દુહા વિષય તજી વિશે વિસા, આવીઉં હેએ મન ઠામ, તે સયણ અનુમતિ લહી, કીજે ઉત્તમ કામ. ૧
ઢાળ ૫, (ઈતની સુણો શાંતિ નિણંદ ભાગી—એહની દેશી ) ઘરે આવી કહે સુણે સયણ, મેને સુણ્યાં ગુરૂનાં વયણ બુદ્ધિ પામ્યાનું એહ સાર, કાંઈ કીજે તત્વવિચાર. આયુ અંજલી જલપરે જાશે, પણ મુરખ ભેદ ન પાએ; . ઘડીયાલે જે ઘડી વાજે, મનુ જીવિતકુંભને ભાંજે. ૨ જિમ કેઈકે સુપનાં મજાર, દેખે રૂધિર મણી પરિવાર જાગે તવ આપે એક એકેલે, તિમ સકલ સબંધ થયે ભલે. ૩ ચિત્ત વહેચાવણ સહુએ આવે, જીવ દુઃખ એકલડે પાવે; કર્મ ગ્રહીઓ પરભવે જાએ, તવ ત્યાં કેઈ આડે નવ આવે. ૪ જિમ કઈ પરદેશે જાયે, સંબલ હોય તે સુખી થાવે તિમ પરભવે જાતે જીવ, પુણ્ય હોય તે સુખીઓ સદૈવ. ૫ સંસારમાં છે દુખ ભંડારા, મેં છાંડે સહી નીરધારા મયા કરી અનુમતિ આપે, મુજને ગુરૂ પાસે થા. હવે આવે શ્રીગુરૂને પાસે, નયને જળધારા વરસે; અમ નહાનડે લીયે છે દિક્ષા, ગુરૂ આપ એહને શિક્ષા. ૭ સિંહ પર સંયમ પાળજી, ગુરૂ આણા શિરે વેહે, ઇમ શીખ દેઈ ઘરે જાએ, કુંવર કહાનજી આણંદ પાવે. ૮
ઢાળ ૬
(લાલ દે માત મહાર–એ દેશી) - પ્રણમી શ્રી ગુરૂપાય, ઉભે કુંવર રાય;
આજ હે ભાગેહે, મનરાગે સંયમ સુખડાજી. ૧ વાસ ઠ ગુરૂ શીશ, છ કેડી વરસ, આજ ભાવી શ્રાવક શ્રાવિકા, આશીશ દીએ એસીજી ૨ પંચ મહાવ્રત ભાર, રૂપે શ્રી ગુરૂ સાર. હે રે સતેજી સીખ દીયે ઘણીજી;
આ. ૩
,